તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 1st March 2025
ઇશાનને કાઉન્ટ્રી ક્રિકેટની ઓફર મળી?
સસેકસ અને સરેની ટીમમાંથી રમતો જોવા મળી શકે છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડીયાના વિકેટકીપર બેટસમેન ઇશાન કિશાન સતત ટીમ ઇન્ડીયાની બહાર વર્લ્ડ કપ ર૦ર૩ પછી ટીમમાં સ્થાન મળ્યું નથી. મીડીયા અહેવાલો અનુસાર, ઇશાન કિશન ટુંક સમયમાં બીજા દેશ માટે મેચ રમતા જોવા મળી શકે છે.
તે બીસીસીઆઇના કોન્ટ્રાકટ માંથી પણ બહાર છે. હવે ફકત આઇપીએલની તુલનામાં જ બચી ગયો છે. આટલા લાંબા સમય સુધી ક્રિકેટથી દુર રહયાં પછી એવું માનવામાં આવે છે કે ઇશાન કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. આ અંગે કાઉન્ટી ક્રિકેટની બે મોટી ટીમોએ પણ ઇશાન સાથેના સંપર્ક અંગે તેમની ઇચ્છા વ્યકત કરી છે.
મીડીયાના અહેવાલો અનુસાર, કાઉન્ટ્રી ક્રિકેટ સસેકસ અને સારેની ટીમની બે ટીમોએ સંપર્ક વિશે વાત કરી છે. ઉપરાંત સમાચાર એ છે કે આ કરારો વિશે ઇશાન પણ ખુબ ઉત્સાહીત છે અને એવું માનવામાં આવે છે કે ઇશાન આ કરારો માટે પણ હા કરી શકે છે. ઇશાને ટુંક સમયમાં આ વિશે કેટલીક માહીતી આપી શકે છે. ઇશાનનો રેકોર્ડ પણ સારો છે તેથી તે આ મેચોમાં રમી શકે છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
