તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 2nd March 2025
વડોદરામાં શાકભાજીની આડમાં લઈ જવાતો 7 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો : 2 આરોપીઓની ધરપકડ
ડેસર પોલીસે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધુ. વિદેશી શરાબના ક્વાટરિયા અને બિયરનો જથ્થો જપ્ત કર્યો, જ્યારે બેને વૉન્ટેડ જાહેર કર્યાં

વડોદરા : ડેસર પોલીસે શાકભાજીના આડમાં લઈ જવાતો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરના મનસુબા પર પાણી ફેરવી દીધુ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડેસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, પાંડુથી વાલાવાવ માર્ગ પર એક આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને નવા શિહોરા જઈ રહ્યો છે. આથી ડેસર પોલીસની ટીમે પાંડુ ખાતેની દરગાહ નજીક વૉચ ગોઠવી હતી. જ્યાં બાતમી પ્રમાણેને ટેમ્પો આવતા તેને કોર્ડન કરીને ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી.
જે બાદ ટેમ્પામાં પાછળ તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકની કોથળીમાં દૂધી ભરેલા બાંચકા પડ્યા હતા. જેને હટાવીને જોતા શાકભાજીના કોથળા નીચે વિદેશી શરાબના ક્વાર્ટરિયા અને બિયરની બોટલો મળી 7,00,800 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે ડેસર પોલીસે બે મોબાઈલ ફોન, આઈસર ટેમ્પો સહિત કુલ 15.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આઈસર ચાલક સંજય માછી (રહે. નવા શિહોર) અને મિલેશ રાઠવા (રહે. છોટા ઉદેપુર)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર દિનેશ પરમારે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતુ.
હાલ તો પોલીસે સંજય અને મિલેશ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર દિનેશ પરમાન અને નરેશ રાઠવાને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
