તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
હર્ષદ પાસે ગૂમ શીવલીંગ શોધી કાઢવાની પોલીસને સફળતાથી દ્વારકા પોલીસનો રાજયમાં સિક્કો પડયો !!
અત્યાર સુધીમાં મોટા કેસો તમામ સોલ્વ !!

ખંભાળીયા : દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ સમગ્ર રાજયમાં સફળતાપુર્વક થયેલા ડીમોલીશનથી પ્રખ્યાત હોય પણ દ્વારકા જીલ્લા પોલીસે તાજેતરમાં ખુબ જ કઠીન ગણાતા કેસ હર્ષદ પાસેના ભીડભંજન મહાદેવના શીવલીંગની ઉઠાંતરીના રહસ્યમય બનાવમાં માત્ર બે દિવસમાં જ આ શીવલીંગ સહીત ૧૧ આરોપીને પકડવાની સફળતાથી સમગ્ર દ્વારકા જીલ્લો જ નહી પણ રાજયમાં પણ દ્વારકા પોલીસનો સીંઘમનો સિક્કો લાગી ગયો હોય તેમ સોશ્યલ મીડીયામાં વ્યાપક રીતે પોલીસની પ્રશંસા થઇ રહી છે.
દ્વારકા જીલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા તેમની ટીમ દ્વારા જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં બનેલા હત્યાના બનાવો લુંટ, ડીમોલેશન, અનેક સાયબર કેસના ગુના ઉકેલવાની સાથે કાયરેય પણ મોટો બનાવ બને ત્યારે ટીમ સ્પીરીટથી કામ કરવાને કારણે અનેક રહસ્યમય હત્યાના ભેદ પણ ઉકેલાયા છે તો દ્વારકા જીલ્લા પોલીસ દ્વારા સાવચેતી માટે વારંવાર સુચનાઓ તથા જિલ્લામાં સિનીયર સીટીજનો, વૃધ્ધો તથા જરૂરતમંદોને થતી મદદ તથા રકતદાન જેવી સામાજીક પ્રવૃતિઓ તથા ટ્રાફીક જાગૃતીના કેમ્પો, શાળાઓમાં જાગૃતીના કાર્યક્રમો સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથેની પ્રશંસનીય કામગીરી પણ સમગ્ર જીલ્લા તથા રાજયમાં પણ પ્રશંસનીય રહી છે તથા અનેક વખત રાજયના ગૃહમંત્રી અને ડીજીપી સહીતના અધિકારીઓ દ્વારા પણ દ્વારકાની પ્રશંસા થઇ હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
