<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

આજથી તમારા ખરાબ દિવસો શરૂ : તમે અમેરિકાનું અપમાન કર્યુ

ટ્રમ્‍પનું તડને ફડ : આપી ઝેલેંસ્‍કીને ધમકી

વોશીંગ્‍ટન, તા.૧: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્‍કીએ શુક્રવારે વ્‍હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં વર્ષોથી ચાલે રહેલા યુદ્ધમાં સંભાવિત યુદ્ધ વિરામ માટે ચાલી રહેલી વાતચીતના ભાગ તરીકે સંયુક્‍ત રાજ્‍ય અમેરિકા માટે ખનિજ કરાર પર ચર્ચા કરી.

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્‍યું છે. ટ્રમ્‍પે કહયું કે, ઁરશિયાની સાથે યુદ્ધ વિરામ પર કૉમ્‍પ્રોમાઇઝ કરવું પડશે. યુદ્ધ ખોટી દિશામાં જઈ રહયું છે. રશિયાની સાથે અમારી સારી ચર્ચા થઈ છે.ઁ

ટ્રમ્‍પે કહયું કે, અમારા કારણે તમે સહી સલામત છો, સમજૂતી કરી લો. અમેરિકા વગર યુક્રેન યુદ્ધ ન લડી શકે યુક્રેન અમારા કારણે યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી શક્‍યું.યુક્રેને સમજૂતી કરવી પડશે.

જો કે, ઝેલેંસ્‍કીએ યુદ્ધવિરામનો વિરોધ કર્યો અને સ્‍પષ્ટ શબ્‍દોમાં કહયું કે, કોઈ સમજૂતી નહીં કરીએ. આ દરમિયાન બંને નેતાઓ વચ્‍ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. કીવ પોસ્‍ટના અનુસાર, ઝેલેંસ્‍કીએ ટ્રમ્‍પ યુદ્ધ વિરામનો વિરોધ કર્યો અને કહયું કે, અમારે માત્ર યુદ્ધ વિરામની જરૂર નથી. કોઈ યુદ્ધવિરામ નહીં માનીએ. અમે પહેલા પણ આવું કર્યું છે. પુતિને ૨૫ વખત તેનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં તમારા રાષ્ટ્રપતિ કાળ દરમિયાન પણ આ થયું.

અમેરિકન મીડિયા રિપોર્ટના અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્‍સ અને રાષ્ટ્રપતિ ઝેલેંસ્‍કી વચ્‍ચે ઓવલ ઓફિસમાં ખુબ ઉગ્ર ચર્ચા થઈ. ઝેલેંસ્‍કીએ વેન્‍સને યુક્રેન આવવા માટે કહ્‍યું અને વેન્‍સે તેના પર પ્રચાર યાત્રા કરવાનો આરોપ લગાવ્‍યો. ટ્રમ્‍પે ઝેલેંસ્‍કીને કહ્‍યું કે, હજુ તમારી પાસે કાર્ડ નથી. તમે ત્રીજા વિશ્વ યુદ્ધની રમત રમી રહયા છો. ઝેલેંસ્‍કી... તમે અમેરિકાનું અપમાન કરી રહયા છો. આટલી નફરત વચ્‍ચે શાંતિ સંભવ નથી.

શાંતિ કરારના ઉલ્લેખ પર ઝેલેંસ્‍કી ગુસ્‍સે થયા અને ટ્રમ્‍પ સાથે ઉગ્ર દલીલ કરી. ઝેલેંસ્‍કીએ કહયું કે, ‘અમે કોઈપણ યુદ્ધવિરામ સ્‍વીકારીશું નહીં.' આના પર ટ્રમ્‍પે કહયું, તમારો દેશ મુશ્‍કેલીમાં છે. તમે અમને ન જણાવો કે અમારે શું કરવાનું છે. તમે ત્રીજા વિશ્વયુદ્ધની રમત રમી રહયા છો. તમે અમને આદેશ આપવાની સ્‍થિતિમાં નથી. અમેરિકાએ યુક્રેનને હથિયાર આપ્‍યા છે. અમે તમને ૩૫૦ અબજ ડોલરના હથિયાર આપ્‍યા છે. જો તમે સમાધાન નહીં કરો, તો અમે આમાંથી બહાર નીકળીશું. આજથી તમારા ખરાબ દિવસો શરૂ થયા છે.(૨૩.૫)

(10:31 AM IST)