તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ કોણ ?
પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિ બેઠક અનામતઃ હાલ ભાજપમાં એસસીના ત્રણ ઉમેદવારો ચુંટાયા ત્રણ માંથી કોણ બનશે પ્રમુખ

ધ્રોલઃ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ૧૫ બેઠક, કોંગ્રેસે ૮ બેઠક અને એક અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. જ્યારે હજું એક વોર્ડ ની ચુંટણી બાકી છે. ત્યારે ધ્રોલ નગર પાલિકા પ્રમુખનો તાજ કોના શિરે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
ધ્રોલ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરો જંગ જામ્યો હતો. ધ્રોલ પાલિકામાં હાલ ૭ વોર્ડ અને ૨૮ બેઠકો છે. ચુંટણીના ત્રણેક દિવસ પહેલા વોર્ડ નં-૭ ના કોંગ્રેસ ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ ૭ ની ચુંટણી મોકુફ રાખવામાં આવી હતી. જ્યારે ૬ વોર્ડની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને ૧૫, કોંગ્રેસને ૮ અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયાં છે. હાલ ધ્રોલ પાલિકામાં પ્રમુખપદ માટે અનુસૂચિત જાતિ અનામત બેઠક છે. ત્યારે હાલ ભાજપમાં ત્રણ અનુસુચિત જાતિના ઉમેદવારો ચુંટાયા છે.વિજયભાઈ ટપુભાઈ વાઘેલાવોર્ડ નં ૧મા ભાજપ માંથી વિનુભાઈનાગંગુ બેન અગાઉ ભાજપ માંથી જીતેલા હતા વિનુભાઈ પણ બીજી વખત વોર્ડ નંબર એકમાંથી જંગી બહુમતીથી ચૂંટાયા છે ભાજપ માં વર્ષો થી જોડાયેલા છે, વર્ષોથી ભાજપમાં વફાદારી પૂર્વક રહેલ મંગુબેન ચાવડા જે બીજી ટર્મ વિજેતા થયા છે. તેમજ તેમના પતિ નરશીભાઈ ચાવડા પણ અગાઉ બે ટર્મ ભાજપમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે.
નરશીભાઈ ચાવડાના પિતા ધુળાબાપા પણ ધ્રોલ પાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. મ અને બાલુબેન રવિકુમાર વાઘેલા અનુસૂચિત જાતિમાંથી ચૂંટાયેલ છે. હાલ ભાજપમાં અનુસૂચિત જાતિના ત્રણ ઉમેદવાર ચુંટાયા છે. ત્યારે ધ્રોલ પાલિકા પ્રમુખનો તાજ કોના શિરે તેવી ચર્ચાએ જોર પકડયું છે.( સંજય ડાંગર, ધ્રોલ)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
