તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
દ્વારકા જિલ્લામાં સોથી વધુ ૪૬૫ પક્ષી પ્રજાતિ!!
ગુજરાત રાજયમાં પક્ષીઓની વસ્તી ગણતરીઃ વીસ લાખ પક્ષીઓની રાજયમાં ‘કલબલ'

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧: આગામી એક દિવસ પછી એટલે કે ૩ માર્ચના વિશ્વ વાઇલ્ડ લાઇફ ડે ની ઉજવણી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગીર સાસણની મુલાકાતે આવનાર છે. ત્યારે ગુજરાત રાજયમાં પક્ષીઓની વસ્તી ગણતરીના કાર્યક્રમોમાં કુલ વીસ લાખથી વધુ પક્ષીઓનો કલબલાટ ગુજરાત રાજયમાં નોંધાયો છે.
૩.૬૨ લાખ પક્ષીઓ સાથે ગુજરાતનું નળ સરોવર પક્ષીઓની પસંદગીનું સોૈથી મોટું આશ્રયસ્થાન બહાર આવ્યું છે. જયારે કચ્છ જીલ્લામાં ૪.૫૬ લાખ પક્ષીઓ નોંધાયા છે. જામનગર જીલ્લામાં ૨૨૦ પ્રજાતિ સાથે ચાર લાખ જેટલા પક્ષીઓ નોંધાયા છે.
૯.૫૩ લાખ જંગલી પ્રાણીઓ ગુજરાતમાં
વીસ લાખ પક્ષીઓની સાથે ગુજરાતમાં ૯.૫૩ લાખ જંગલી પ્રાણીઓ પણ છે. જેમાં એશિયાઇ સિંહ ૬૭૪, ડોલ્ફીન ૬૮૦, ઘુડખર ૭૬૭૨, નીલગાય ૨.૨૪ લાખ, વાંદરા બે લાખ, ચિતા એક લાખ, દીપડા ૨૨૭૪, ચીંકારા ૬૨૦૮, શીયાળ ૨૨૯૯, ગીધ ૨૯૪૩, કાળીપાટ ૯૧૭૦ જેટલા છે.
દેવભુમી દ્વારકા પ્રજાતિ વિવિધતામાં રાજયમાં પ્રથમ
ગુજરાત રાજયનો છેવાડાનો માત્ર ચાર તાલુકાનો દ્વારકા જિલ્લો પક્ષીઓની પ્રજાતિની વિવિધતાની દ્વષ્ટિએ પક્ષી વસ્તી ગણતરીમાં રાજયમાં પ્રથમ છે. દ્વારકા જિલ્લામાં ભલે જંગલ નથી પણ અહીં બરડા ડુંગર, તથા દરિયાઇ વિસ્તારો તથા કાંઠાળ પ્રદેશ તથા માનવસર્જી જંગલો વીડીયોમાં ૪૫૬ પક્ષી પ્રજાતિ છે જે વિવિધતામાં સમગ્ર રાજયમાં પ્રથમ છે.ે રાજયના વનમંત્રી મુળુભાઇ બેરા દ્વારા પ્રશંસા થઇ છે.(૨.૨૪)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
