તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 1st March 2025
વેલેન્ટાઇન્સ ડેના રોજ પત્નીને પોર્શે કાર ગિફટમાં આપી, પત્નીએ નહીં સ્વીકારી તો કચરાપેટીમાં ફેંકી દીધી

મોસ્કો,તા.૧: રશિયામાં રિસાયેલી પત્નીને મનાવવા માટે એક પતિએ મોંઘી એવી પોર્શે કાર વેલેન્ટાઇન્સ ડેના રોજ ગિફટમાં આપી હતી, પણ પતિએ એક ભૂલ કરતાં પત્નીએ આ કાર સ્વીકારી નહોતી અને છેવટે પતિને આ કાર એક કચરાપેટીમાં ફેંકવાનો વારો આવ્યો હતો.
મોસ્કો પાસે માયતીશીમાં રહેતા પતિએ તેનું લગ્નજીવન બચાવવા પત્નીને આ મોંઘી કાર ગિફટમાં આપવાનું નક્કી કર્યું હતું. તેણે માર્કેટમાંથી એક એક્સિડન્ટ બાદ ડેમેજ થયેલી પોર્શે મકૈન કાર ૨૭ લાખ રૂપિયામાં ખરીદી હતી અને પત્નીને વેલેન્ટાઇન્સ ડેના રોજ ગિફ્ટ કરી હતી. આવી ડેમેજ થયેલી કાર જોઈને પત્નીને અપમાન લાગ્યું અને કાર સ્વીકારી નહીં. એથી પતિએ એને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. આ કાર ત્યાં ૧૫ દિવસથી પડી રહી છે અને લોકો એની સાથે ફોટોગ્રાફ લેતા હોય છે. પતિએ હકીકતમાં આ કાર રિપેર કરાવ્યા બાદ ૮ માર્ચે મહિલાદિવસે પત્નીને આપવાનો નિર્ણય કર્યો હતો, પણ પત્ની જલદી માને એથી કાર વહેલી આપી એમાં પત્ની વધારે નારાજ થઈ ગઈ હતી.(૪૦.૪)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
