તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતીના અકસ્માતમાં મોત : એકની હાલત ગંભીર
ગુજરાતના શ્રધ્ધાળુઓને કાનપુર હાઇવે પર અકસ્માત નડ્યો મૃતકો અયોધ્યાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ધુમ્મસના કારણે કાર ટ્રકમાં ઘૂસી ગઈ

પ્રયાગરાજથી પરત ફરી રહેલા સુરતના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ધુમ્મસના કારણે કાર ટ્રકમાં ઘૂસી જતા ગારીયાધાર અને અમરેલીના બે દંપતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 1 બાળકીની હાલત ગંભીર છે. મૃતકો અયોધ્યાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને વહેલી સવારે આ ઘટના બની છે. પરિવાર મોટા વરાછા વિસ્તારમાં રહે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રધ્ધાળુઓને કાનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ છે. ઝાંસીથી કાનપુર હાઈવે પર શ્રધ્ધાળુઓની કાર ટ્રક સાથે અથડાઇ હતી. ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગારીયાધાર અને અમરેલીના બે દંપતીના મોત નીપજ્યાં છે.
ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના રહેવાસી બીપીનભાઈ ગોયાણી અને ભાવનાબેન તેમજ અમરેલીના દામનગર તાલુકાના ભાલવાવ ગામના દંપતી જગદીશભાઈ વિરાણી અને કૈલાશબેન વિરાણીનું અકસ્માતના બનાવવામાં મૃત્યુ થયું છે. હાલ તમામ મૃતકોને પોતાના વતન ખાતે લાવવામાં આવી રહ્યા છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
