<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલના નવા ડે.ડાયરેકટર તરીકે ચાર્જ સંભાળતા કર્નલ અંકુર પ્રતાપસિંહ

રાજકોટઃ અહિંની એઇમ્‍સ હોસ્‍પિટલમાં નવા ડેપ્‍યુટી ડાયરેકટર કર્નલ અંકુર પ્રતાપસિંહે ચાર્જ સંભાળ્‍યો હતો.આ તકે કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને ડી.એચ.ઓ.એ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ કલેકટરશ્રીએ આર્ટિફિશીયલ ઇન્‍ટલિજન્‍સ દ્વારા હેલ્‍થકેર ફેસિલિટી આપવા અને સંશોધન પર ભાર મૂકયો હતો.

હોસ્‍પિટલમાં તમામ વિભાગો અને અદ્યતન બિલ્‍ડીંગની મુલાકાત કરી હતી.એઇમ્‍સમાં ઉપયોગી વિવિધ સાધનો, દવાઓનો સ્‍ટોક તેમજ અદ્યતન ટેકનોલોજીથી  સજજ સુવિધાઓ સહિતની જાણકારી અધિકારીઓએ મેળવી હતી.અને વધુને ધુ સારું કાર્ય થાય તે બદલ અભિવાદન પાઠવવામાં  આવ્‍યું હતું.(૩૮.૧૭)

(1:37 PM IST)