તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
લાઠીમાં કીર્તિદાન-ગીતા રબારી-માયાભાઇના લોકડાયરામાં ડોલર-રૂપિયાનો વરસાદ
જીગ્નેશદાદની તથાસ્તુ વિદ્યાપીઠ ખાતે આયોજનમાં ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત રહયા

અમરેલી, તા. ૧: અમરેલીના લાઠીમાં યોજાયેલ લોકડાયરામાં લોકસાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને માયાભાઈ સહિત અનેક કલાકારોએ રમઝટ બોલાવી હતી અને તેમના પર રૂપિયા તેમજ ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. અમરેલીના લાઠીના તથાસ્તુ વિદ્યાપીઠ જીગ્નેશદાદા સંચાલિત લોકડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં અનેક દિગ્ગજ લોક સાહિત્યકારોનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને માયાભાઈ સહિત અનેક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી લોકોને મોજ કરાવી દીધી હતી. ત્યારે આ કલાકારો પર લોકોએ પણ મન ભરીને રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, આ ડાયરામાં અનેક રાજનેતાઓએ પણ હાજરી આપી હતી. જેમાં બગસરા તાલુકાના ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ નેતાઓએ પણ ડાયરામાં મન મૂકીને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.(૬.ર૦)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
