તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ભારે કરીઃ ૪ વર્ષ સુધી પ્રેમ કર્યા બાદ લગ્ન કર્યા, સુહાગરાત પર દુલ્હન બોલી છી... મને આ નથી ગમતું, છૂટાછેડા લઈ લીધા
દુલ્હને પહેલા પ્રેમની જીદ કરી, પણ લગ્નની જીદ કરી અને છેલ્લે છૂટાછેડાની જીદ કરી, આ તેની માનસિક સ્થિતિને લઈને સવાલો કરે છે

મુરાદાબાદ,તા.૧: પ્રેમ લગ્નને લઈને હંમેશા કહેવાય છે કે આ સંબંધ દો દિલ, એક જાન અને વિશ્વાસ પર ટકેલો હોય છે. પણ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની એક ઘટનાએ આ ધારણાને હચમચાવી નાખી છે. અહીં એક દંપતીએ ૪ વર્ષ સુધી પ્રેમ કર્યા બાદ આખરે લગ્ન કર્યા, પણ સુહાગરાતની રાતે દુલ્હને શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટના પાડી દીધી. આ ઘટનાથી વરરાજો જ નહીં પણ બંનેના પરિવારના લોકો પણ ચોંકી ગયા.
દુલ્હન અને વરરાજા વચ્ચે છેલ્લા ૪ વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. બંનેએ પોતાના પરિવારોને મનાવીને લગ્નની જીદ કરી હતી. શરૂઆતમાં બંનેના પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતા, પણ બાળકોનો પ્રેમ જોઈ પરિવારે નમતું જોખી દીધું. ધૂમધામથી લગ્ન કર્યા અને બંને પતિ-પત્ની બની ગયા, પણ સુહાગરાતની રાતે જે થયું તેવું તો કોઈએ વિચાર્યું નહોતું.
સુહાગરાતની રાતે જ્યારે વરરાજાએ દુલ્હન સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી તો દુલ્હને સ્પષ્ટના પાડી દીધી. તેણે કહ્યું કે, ‘‘મને શારીરિક સંબંધ બનાવવાનું જરાં પણ પસંદ નથી અને તે આવું કયારેય નહીં કરે.'' આ સાંભળીને વરરાજો પણ ચોંકી ગયો. તેને લાગ્યું કે, દુલ્હન કદાચ મજાક કરી રહી છે, જો કે બાદમાં પણ તેણે ના જ પાડી દીધું અને તે આ બાબતે ગંભીર છે.
આ મામલાના સમાધાન માટે બંનેના પરિવારે પંચાયત બોલાવી અને નારી ઉત્થાન કેન્દ્રની મદદ માગી. કાઉન્સિલરે દુલ્હન સાથે વાત કરી, પણ દુલ્હન એકની બે ન થઈ. તેણે કહ્યું કે, તેને સેક્સથી ડર લાગે છે અને તે આવું કયારેય નહીં કરે. વરરાજાએ પણ ઘણી કોશિશ કરી અને કહ્યું કે, તે તેના માટે સારવાર કરાવશે પણ દુલ્હન એકની બે ન થઈ.
દુલ્હને છૂટાછેડા લેવાની જીદ કરી. તેણે કહ્યું કે, તે આ સંબંધમાં રહેવા માગતી નથી. પણ વરરાજો તેના માટે તૈયાર નહોતો. પણ દુલ્હનની જીદ આગળ તેને ઝૂકવું પડ્યું. બંનેએ સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. કાઉન્સિલરે દુલ્હનને માનસિક રીતે અસ્થિર માની રહ્યા છે અને તેને સારવાર માટે મોકલવાની વાત કહી રહ્યા છે.
કાઉન્સિલરના જણાવ્યા અનુસાર, દુલ્હને પહેલા પ્રેમની જીદ કરી, પણ લગ્નની જીદ કરી અને છેલ્લે છૂટાછેડાની જીદ કરી, આ તેની માનસિક સ્થિતિને લઈને સવાલો કરે છે. દુલ્હનની માતાએ પણ માન્યું કે, આ તેમની દીકરીની ભૂલ છે અને તેને સારવારની જરૂર છે.(૪૦.૬)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
