તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
રળોલ ગામની કરૂણ ઘટનાથી અરેરાટીઃ મકાનમાં શોધખોળ કરતા ત્રણ મૃતદેહો મળેલાઃ એક વ્યકિત કારમાંજ સળગી ગયેલ
મૃતદેહોને પી.એમ. માટે રાજકોટ ખસેડાયાઃ ડિઝલના કેરબા ઉતારતા વખતે પીકઅપ વાહનમાં આગ લાગ્યાનું તારણઃ મકાનમાં આગ લાગેલી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧: લીંબડી તાલુકાના રળોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટનામાં એક મહિલા અને એક બાળક લપેટમાં આવી ગયા હતા. કારમાં પણ એક વ્યક્તિ બળીને મોતને ભેટયો હતો,
આગના કારણે મકાનના અન્ય બે ઘરો પણ ઝપેટમાં આવી ગયા છે. સાથે જ બહાર પાર્ક કરેલી કાર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ છે. જે કારમાં એક વ્યક્તિ સળગી ગયા હોવાનું બહાર આવ્યું છે
આગની જાણ થતાં જ લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ ભયાનક આગની ઘટનાએ રળોલ ગામમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. આ દુર્ઘટનામાં ફસાયેલા લોકો માટે બચાવ કામગીરીમાં ઝડપ લાવવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી રહેણાંક મકાનમાં શોધખોળ હાથ ધરતાં એક બાળક સહિત ૩ મળતદેહો મળી આવ્યા હતા. આગના બનાવમાં એક વ્યક્તિ દાઝી જતાં ગંભીર છે.
લીંબડી પોલીસ તથા પાણશીણા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા, ઘટના સ્થળે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ કલેક્ટર કુલદીપ દેસાઈ, લીંબડી તાલુકા પંચાયત ઙ્કમુખ હરપાલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજભા ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી પળથ્વીરાજસિંહ રાણા ઘટના સ્થળે દોડી ગયા હતા રળોલના યુવાનો સાથે અબ્દુલ પાટીદાર અને સરપંચ એ ડી વારૈયા તેમની ટીમ સાથે વગેરે ભારે જહેમત બાદ બે મળતદેહો બહાર કાઢયા હતા.
રહેણાંક મકાન પાસે પીકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતા સમયે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં ભયંકર આગ લાગી જેમાં ૩ એક બાળકી સહિત કુલ ૩ લોકોના મોત નિપજ્યા છે.
જેમાં પિકઅપ વાનમાં તો આગ લાગી સાથે જ મકાનમાં પણ આગ લાગી હતી. બનાવને લઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
એસ એફ એલ ની ટીમો તાત્કાલિક અસર લીમડીના રોડ ગામે પહોંચી અને રિપોર્ટ કરવા માટે અને તપાસ હાથ ધરવા માટે પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળે છે
ત્રણેયના ડેટ બોડી રાજકોટ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને એફએસએલની ટીમ સાથે તેમનું પીએમ કરવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છ ત્રણેય મૃતકોના નામ નીચે મુજબ છે. ેફાતુબેન હસનભાઈ ટીબલીયા રમજાનભાઈ સાદીક્ભાઇ ટીબલીયા મોઈનભાઈ હનીફભાઇ ઢોળીતર (૩૮.૧૨)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
