તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ધારીના રાજેસ્થળીની સીમમાં વહાલસોયા પુત્રને દીપડો મોઢામાં લઈ નાસ્યો પણ પુત્રને બચાવવા પિતા લાકડી લઈ દીપડા પાછળ દોડી જીવન-મરણની બાજી ખેલીઃ પુત્રનું મોતઃ અરેરાટી

( અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલી, તા., ૧: ધારી પંથકના રાજેસ્થળી ગામે પ્રફુલભાઈ શેલડીયા ની વાડીએ ખેત મજૂરી કરતા એમ.પીના મૂળ સુમાન. ઢોલા હનુમાન ધાર જી.બીલદા ના સુંદરસિંહ રતન મીનવા આજે વહેલી સવારના વાડીએ સુતા હતા ત્યારે તેનો વાલસોયો પુત્ર ઉ.વ ૨ બીટ્ટુ તેની પાસે સૂતો હતો ત્યારે અચાનક એક દિપડો આવી ચડી બીટુ ને પોતાના મોઢામાં લઇ નાસવા લાગ્યો હતો અને પુત્રને બચાવવા સુંદરસિંહ લાકડી લઈ તેનો પીછો કર્યો હતો અને જોરથી અવાજો કરી દીપડાનો પ્રતિકાર કરી જીવન મરણની સામસામે સટોસટની બાજી ખેલી હતી પરિણામના અંતે દિપડા એ હાર માની બીટુ ને મોઢામાંથી છોડી નાસી ગયો હતો બીટુ ને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ તેને મૃતક જાહેર કરતા આ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
