તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
કોટડા મામલતદાર દ્વારા સરકારી જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ દૂર કરાયું: ૨૧૧ કરોડની જમીન ખુલ્લી

રાજકોટઃ કોટડા સાંગાણી મામલતદારે પીપલાણા ગામે સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો દૂર કરી રૂા.૨૧૧ કરોડની ૩૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી, આ દબાણ કેસમાં ૧.પરેશભાઈ ગોવિંદભાઇ જાતિયાણી, સ્ટાર પેક ઇન્ડસ્ટ્રીઝ, દબાણ આશરે ૨૮૦૦ ચો.મી. ૨.ઘનશ્યામભાઈ કનુભાઈ ચોવટીયા, ટોપ ક્રેન, દબાણ આશરે ૨૦૦ ચો.મી. ૩.શૈલેષભાઇ ગઢિયા, વિષ્ણુ સીન્ટેક દબાણ આશરે ૨૦૦ ચી.મી. જમીનમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં મળી કુલ દબાણ ૩૨૦૦ ચો.મી. જમીનમાં ઔદ્યોગિક હેતુસર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે. દબાણવાળી જમીનની આશરે બજાર કિંમત રૂપિયા ૨.૫૬ કરોડની હોવાનું જણાય છે. દબાણ દૂર કરવાની કામગીરી શ્રી જી.બી.જાડેજા, મામલતદાર, કોટડાસાંગાણી તથા હિનાબેન ગોહેલ, નાયબ મામલતદાર દબાણ, સંજયભાઈ રૈયાણી, સર્કલ ઓફિસર, નયનભાઈ રાજા, નાયબ મામલતદાર અને અમિતભાઈ બાવળિયા, રેવન્યુ તલાટી વિગેરે દ્વારા ટીમ સાથે કરવામાં આવેલ છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
