<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th February 2025

વૈશ્વિક સંકેતો પગલે સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ: ચાંદીમાં રૂપિયા 2,100નું ગાબડું

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 21.20 ડોલર એટલે કે 0.73 ટકા ગગડી 2,874.70 ડોલર જ્યારે ચાંદી 1.21 ટકા તૂટી 31.72 ડોલર રહ્યા

વૈશ્વિક સંકેતો વચ્ચે ઘરઆંગણે જ્વેલરી ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સ તરફથી વ્યાપક વેચવાલીને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના (Gold Price)ના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500ના કડાકા સાથે રૂપિયા 87,700ની છેલ્લા બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં એટલે કે 1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવ રૂપિયા 79,390થી રૂપિયા 8,310 વધી રૂપિયા 87,700 લેવલ આસપાસ પહોંચ્યા છે.આજે દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2,100ન કડાકા સાથે રૂપિયા 96,400ની છેલ્લા બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા છે. ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતા તેની કિંમતી ધાતુના ભાવ પર અસર જોવા મળી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 21.20 ડોલર એટલે કે 0.73 ટકા ગગડી 2,874.70 ડોલર જ્યારે ચાંદી 1.21 ટકા તૂટી 31.72 ડોલર રહ્યા હતા.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાયો હતો. અમદાવાદ ચાંદી રૂપિયા 2,000ના કડાકા સાથે રૂપિયા 94,000 જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 88,000 અને અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 87,700 થયા છે.

(9:15 PM IST)