તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
મહાશિવરાત્રી પર્વની ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા રાજકોટના ૧૧ તાલુકામાં ઉજવણી સંપન્ન

રાજકોટઃ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજકોટ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જસદણ વગેરે ૧૧ તાલુકાઓમાં કરવામાં આવી. અહી ૬પ થી વધારે યોગ કલાસ ચલાવવામાં આવે છે. શિવરાત્રી નિમિત્તે દરેક કલાસમાં યોગ સાથે શિવપૂજન, અલગ અલગ કૃતિઓની રજૂઆત તથા પ્રશ્નોત્તરી, નંદી પૂજન, ભકિત કીર્તન, રાસ ગરબા સાથે મનાવવામાં આવ્યો આ યોગ ઉત્સવને ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજી, સ્ટેટ કોર્ડીનેટર શ્રી અનિલભાઇ ત્રિવેદી, ઝોન કોર્ડીનેટર શ્રી વંદનાબેન રાજાણી તથા જિલ્લા કોડીનેટર હિતેશભાઇ કાચાના માર્ગદર્શન હેઠળ બધા જ યોગ કોચ અને યોગ ટ્રેનરોએ આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે પૂરતો સમય અને સહયોગ આપ્યો. સાધકોએ આજીવન આદિયોગ શંકર ભગવાનની પ્રેરણા લઇ યોગ કરતા રહેવાનો સંકલ્પ કર્યો હોવાનું બોર્ડના રાજકોટ ડીસ્ટ્રીકટના યોગ કો ઓર્ડિનેટર શ્રી હિતેશ કાચા (મો. ૯૮ર૪ર ૮૧૯૮ર) એ જણાવ્યું છે.
(2:42 PM IST)










