<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

શાંતિ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ PMJAYમાંથી સસ્‍પેન્‍ડઃ ર૩ લાખનો દંડ

રાજય સરકારના આરોગ્‍ય વિભાગની કડક કાર્યવાહી : જે સર્જનનું નામ હેમ પોર્ટલમાં ન હતું તેણે ર૪ સર્જરી કરીઃ રેડીયેશન અટકાવવા કોઇ મેટલ વોલ નથીઃ પેનલ્‍ટીની રકમ ૭ દિવસમાં જમા કરાવવા આદેશ

રાજકોટ તા. ૧ :.. શહેરની શાંતિ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલમાં PMJAY  યોજનામાં ગંભીર બેદરકારી પકડાતા હોસ્‍પીટલને સસ્‍પેન્‍શન આપી દર્દીઓને પાછા દેવાની રકમની પાંચ ગણી પેનલ્‍ટી રાજયના આરોગ્‍ય વિભાગ દ્વારા ફટકારવામાં આવી છે. પી.એમ.જે.એ.વાય-મા યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદિઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધી નિયત કરેલ પ્રાથમિક, સેકન્‍ડરી તેમજ ટર્શરી બિમારીઓ માટે કેશલેસ સારવાર આપવામાં આવે છે.

રાજકોટ કોર્પોરેશન કક્ષાની આરોગ્‍ય ટીમ તથા બજાજ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીની ટીમ દ્વારા તા. ૬જાન્‍યુઆરીના રોજ થયેલ વિઝિટ દરમિયાન ગંભીર ક્ષતિઓ જોવા મળેલ હતી.

જેમાં હોસ્‍પીટલમાં ઓડિટ દરમિયાન HEM પોર્ટલ પર રજીસ્‍ટર થયેલ તબીબો વિઝીટ દરમ્‍યાન હાજર ન હતા.

GPCB સર્ટિફિકેટ એકસપાયર હતું તેમજ હોસ્‍પિટલ દ્વારા રીન્‍યુઅલ માટે કોઈ અરજી કરેલ ન હતી.  ઉક્‍ત હોસ્‍પિટલ દ્વારા બ્‍લડ રિપોર્ટની પ્રિન્‍ટ તેમના દ્વારા કરેલ હતી અને સહી હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ તેવું જાણવા મળેલ.

પ્રિ-ઓટી અને ઓટી નોટ બ્‍લેન્‍ક રાખવામાં આવેલ હતી.

એક્‍સ-રે મશીન જનરલ વોર્ડમાં જોવા મળેલ હતું તથા રેડિયેશન એક્‍સપોઝર અટકાવવા માટે હોસ્‍પિટલમા કોઈપણ પ્રકારના કર્ટેન કે મેટલ વોલ હતી નહીં.

ઉક્‍ત હોસ્‍પિટલ દ્વારા આઈ.સી.યુ, ઓ.ટી. અને રીકવરી રૂમ યોજનાની માર્ગદર્શિકા અનુસાર ન હતા તેમજ ફયુમીગેશન અને ઓટોકલેવ રજીસ્‍ટરમાં ક્ષતિઓ જોવા મળેલ હતી.  ઓડિટ દરમિયાન દર્દી ઓ પાસે થી કુલ ૧૪૯૦૦ /- રકમ લીધેલ .આ બાબત હોસ્‍પિટલ ને પૂછતા જણાવેલ કે ડિસ્‍ચાર્જ સમયે આ પૈસા તેમના દ્વારા પાછા કરવામા આવે છે.

આ ઉપરાંત ઇન્‍સ્‍યોરન્‍સ કંપની દ્વારા તા. ૧૯ ઓકટોબર  ના રોજ શો-કોઝ નોટીસ આપવામાં આવેલ હતી. જેમાં ધ્‍યાને આવેલ છે કે HEM PORTAL પરથી સર્જન નું નામ હટાવી દીધેલ હોવા છતાં તેમના દ્વારા ૨૪ કેસ ની સર્જરી કરવામાં આવેલ હતી. જેની કુલ રકમ ૪૪૮૧૦૦/- થાય છે.  મળેલ મંજુરી અન્‍વયે હોસ્‍પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકા નું પાલન ન કરેલ હોવાથી પર કાર્યવાહી કરવામાં આવે છે.

કાર્યવાહી હોસ્‍પિટલ દ્વારા દર્દીઓ પાસેથી વસૂલ કરેલ રકમ રૂ. ૧૪૯૦૦ /- જે તે લાભાર્થી ને પરત કરવાની રહેશે અને તેના ૦૫ ગણી પેનલ્‍ટી એટલે રૂ.૭૪૫૦૦/- રકમ એસ.એચ.એ. ખાતે જમા કરાવાની રહેશે

હેમ પોર્ટલ પરથી સર્જન નું નામ હટાવી દીધેલ હોવા છતાં તેમના દ્વારા ૨૪ કેસ ની સર્જરી કરવામાં આવેલ હતી. જેની કુલ રકમ ૪૪૮૧૦૦/- થાય છે. ઉક્‍ત રકમ નું ચુકવણું થઈ ગયેલ હશે તો રીકવર કરવામાં આવશે અને બાકી હોય તો ચુકવણું કરવામાં આવશે નહિ અને આ રકમ પર યોજનાની માર્ગદર્શિકા મુજબ ૫ ગણી પેનલ્‍ટી રૂ ૨૨,૪૦,૫૦૦/-  કરવામાં આવે છે . પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત હોસ્‍પિટલને યોજનામાંથી ૬ માસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે.

આથી, હોસ્‍પિટલ દ્વારા આચરવામાં આવેલ ગંભીર ક્ષતિઓને ધ્‍યાને લઈ યોજનાની માર્ગદર્શિકા અનુસાર પેનલ્‍ટી રકમ રૂ.૭૪૫૦૦/- અને રૂ.૨૨,૪૦,૫૦૦/-એમ કુલ રૂ.૨૩,૧૫,૦૦૦ કામગીરીના ૭ દિવસમાં જમા કરવાની રહેશે અને કામગીરીના ૭ દિવસમાં પેનલ્‍ટી ની રકમ ભરવામાં નહી આવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્‍પિટલ વિરુદ્ધ પગલા લેવામા આવશે તેમ રાજયના આરોગ્‍ય વિભાગે શાંતિ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલને પાઠવેલ નોટીસમાં જણાવ્‍યું છે. (૯.૩૦)

૨૫% જેટલા તુટયા મ્‍યુ.ફંડ

મોતીલાલ ઓસ્‍વાલ ELSS ટેક્‍સ સેવર ફંડ-૨૩.૮૯%

શ્રીરામ મલ્‍ટી સેક્‍ટર રોટેશન ફંડ-૨૩.૮૧%

સેમકો ELSS ટેક્‍સ સેવર ફંડ-૨૩.૨૭%

મોતીલાલ ઓસ્‍વાલ મેન્‍યુફેક્‍ચરિંગ ફંડ-૨૩.૨૧%

સેમ્‍કો સ્‍પેશિયલ ઓપોર્ચ્‍યુનિટીઝ ફંડ-૨૨.૯૮%

LIC MF સ્‍મોલ કેપ ફંડ-૨૨.૯૨%

યુનિયન એક્‍ટિવ મોમેન્‍ટમ ફંડ-૨૨.૯૦%

HSBC સ્‍મોલ કેપ ફંડ-૨૨.૭૧%

મોતીલાલ ઓસ્‍વાલ લાર્જ અને મિડકેપ ફંડ-૨૨.૨૧%

સેમ્‍કો ફલેકસી - -૨૪.૫૯%

LIC MF ઇન્‍ફ્રા ફંડ-૨૨.૧૧%

યુનિયન સ્‍મોલ કેપ ફંડ-૨૨.૦૬%

એચએસબીસી મિડકેપ ફંડ-૨૧.૭૫%

બેંક ઓફ ઇન્‍ડિયા સ્‍મોલ કેપ ફંડ- ૨૧.૨૪%.(૨૩.૨૧)

(3:14 PM IST)