તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
વડાપ્રધાનનું સોમનાથમાં એક કલાકનું રોકાણ રહેશેઃ ૩ કી.મી. સુધીના માર્ગ ઉપર બંદોબબસ્ત

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧: સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન ભારત ના વડાપ્રધાન તા.૩ ના રોજ ભોળાનાથ ને શિશ નમાવવા આવી રહેલ છે ત્રણ કીલોમીટર સુધી પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે એક કલાક ના રોકાણ દરમ્યાન પુજા વીધી ધ્વજા ચડાવશે તેમજ સર્કીટ હાઉસ ની મુલાકાત લેશે તેમ જાણવા મળેલ છે.
નરેન્દ્ર મોદી તા.૩ના રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા ની વચ્ચે સામનાથ દર્શનાર્થે આવી રહેલ છે ગીતા મંદિર હેલીપેડ ગ્રાઉન્ડ માં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સોમનાથ અને સરકર્કીટ હાઉસ સુધી પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેની આજથી તૈયારીઓ શરૂ થઈ ગયેલ છે ૩ કીલોમીટર સુધી ના રસ્તામાં આવકારવા માટે સાંસદ, ધારાસભ્યો,ભાજપ ના આગેવાનોને બેનરો લાગેલ છે બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે સીધા હેલીપેડ થી સોમનાથ મંદિર ભોળાનાથ ને શિશ નમાવવા જશે ત્યારે પુજા તેમજ ધ્વજા આરોહણ કરાવવામાં આવશે ત્યાર બાદ સરર્કીટ હાઉસ ની સંભવીત મુલાકાત લેશે.
સોમનાથ માં અબજો રૂપીયાના ખર્ચે અનેક નવા વિકાસ થશે ૩ કીલોમીટર રોડ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે તેમજ સરકીટ હાઉસ પાસે જે જગ્યાઓ ખાલી થયેલ છે તેના વિકાસ માટે નિરીક્ષણ કરવામા આવશે તેમ જાણવા મળેલ છે સોમનાથ ટ્રસ્ટ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાયેલ છે.(૩૮.૧૫)
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
