<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

પાકિસ્તાનમાં વધી રહ્યા છે પોલિયોના કેસ:2025માં નોંધાયા પાંચ કેસ

નવી દિલ્હી: ૨૦૨૪માં પાકિસ્તાનમાં પોલિયોના ૭૪ કેસ નોંધાયા છે. આ પૈકી ૨૭ બલુચીસ્તાનમાં, ખૈબરપુખ્તાનમાં ૨૨, સિંધ ૨૩, ૧-૧ પંજાબ અને ઇસ્લામાબાદમાં નોંધાયા છે. જ્યારે ૨૦૨૫ના પહેલા જ બે મહિનામાં પોલિયોના ૫ કેસ નોંધાયા છે. ફેબુ્રઆરીની ૨જી તારીખે કવેટામાં સરકારી તંત્ર પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કારણ કે તેઓએ તેમનાં બાળકોને પોલિયોની રસી આપવા દેવાની ના કહી હતી. આ અંગે જાણવા મળ્યું છે કે, તે ના કહેનારાઓને એવો વહેમ છે કે આ રસીથી નપુંસકતા આવે છે. આથી આસિસ્ટન્ટ કમિશનર મારીયા શા મૌન, વેકિસન આપનારાઓની ટુકડી તથા રક્ષકો સાથે જે માતા-પિતાએ રસી અપાવવાની ના કહી હતી તેવા અન્ય ૧૫ માતા-પિતાને મળ્યા હતા અને તેઓને સમજાવી રસી અપાવી હતી. આમ છતાં પાંચ માતા-પિતા તેવા હતાં કે તેઓ માન્યા જ નહીં તેથી તેમની અટકાયત કરાઇ હતી. વ્હુ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) જણાવે છે કે પોલિયો ઘણો ચેપી રોગ છે. તેનું વાયરસ શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. એક જ વાહનમાં પાસે પાસે બેઠેલી વ્યક્તિઓમાં પણ પ્રસરી શકે. (જો એકને તે વાયરસ લાગ્યું હોય તો) તે ખોરાક દ્વારા આંતરડામાં પહોંચી શકે તેથી તાવ આવે, થાક લાગે, માથુ દુ:ખે, ઉલ્ટીઓ થાય, હાથ-પગ સજ્જડ બનતા જાય, ડોકના હલન-ચલનમાં મુશ્કેલી પડે. આ ચેપ પાણી અને ખોરાક દ્વારા પણ પ્રસરી શકે. તેની સૌથી વધુ અસર પગ ઉપર થાય છે. તે રોગનો ભોગ મોટે ભાગે બાળકો જ બને છે. આથી ૫-૧૦ ટકાનાં મૃત્યુ પણ થાય છે. કારણ કે લકવાની ફેફસાં ઉપર અસર થાય છે.

(5:34 PM IST)