તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
રે કળિયુગ: ૮૦ વર્ષની માતા ઉપર કપાતર પુત્રએ આચર્યું દુષ્કર્મ, આઘાતમાં માતાને આવ્યો બ્રેઈન સ્ટ્રોક

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના અંજાર તા.ના એક ગામમાં કાળજું કંપાવતી ઘટના જોઈ લોકો હેબતાઈ ગયા હતા. ૮૦ વર્ષીય વૃદ્ધાની બૂમો સાંભળી દોડી આવેલા લોકોએ જોયું તો ૫૫ વર્ષીય પુત્ર વિકૃતિની તમામ હદો વટાવી પોતાની વૃદ્ધ અશક્ત જનેતા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. લોકોએ તુરત જ પોલીસને બોલાવી લીધી હતી. આરોપી પુત્ર અપરિણીત અને દારૂડિયો છે. પરિવારજનો અને પડોશીઓ પણ તેનાથી તંગ આવી ગયા છે. ભોગ બનનાર વૃદ્ધાને પુત્રની આવી વિકૃત હરકતને કારણે આઘાત લાગતા બ્રેઈન સ્ટ્રોક આવી ગયો છે. તેની હાલત ગંભીર છે. આરોપી સામે તેના ભાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી સામે અગાઉ પણ દારૂ અંગે ગુનાઓ નોધાઈ ચૂક્યા છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
