તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
એકના એક તેલમાં તળાતી વાનગીઓ આરોગવાથી કેન્સરનું જોખમ
ગ્રાહકોને સ્લો પોઈઝન ભેટમાં આપતાં કેટલાક વેપારીઓ, ૭૦% ફરસાણ પામોલીન તેલમાંથી બને છે : હાઈપરટેન્શન, એથરોસ્કલેરોસિસ, અલ્ઝાઈમર અને યકળતના રોગ થવાનો પણ ખતરોઃ તેલ ડામર જેવું થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાથી ટીપીસી વેલ્યૂ ખતરનાક રીતે વધે છે

નવી દિલ્હી,તા.૧: અનેક વેપારીઓ એકના એક તેલમાં વારંવાર ફરસાણ, સમોસા અને ભજીયા સહિતની વસ્તુઓ બનાવી ગ્રાહકોને કેન્સરની જીવલેણ બિમારી ભેટમાં આપી રહ્યાં છે. કેન્સરની સાથે હાઈપરટેન્શન, એથરોસ્કલેરોસિસ, અલ્લાઈમર અને પકળતના રોગ થવાનો ખતરો પણ અનેકગણો છે.
રેસ્ટોરન્ટ અને ખાણી - પાણીની દુકાન અને લારીઓનું પ્રમાણ અનેકગણું વધ્યું છે. ખાસ કરીને તેલમાંથી બનતાં ફરસાણ, ભજીયા અને સમોસાની માંગ પણ વધુ છે. જેને લઈ ઘણાં વેપારીઓ વધુ નફો રળવાના ઇરાદે ગ્રાહકોના સ્વાસ્થય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યાં છે. જાણીને આヘર્ય થશે કે, ૭૦ ટકા ફરસાણ પામોલીન તેલમાંથી બનાવાય છે. આ તેલ કાળા ડામર જેવું ન થઈ જાય, ત્યાં સુધી તેમાં વાનગીઓ તળાય છે. જેના કારણે તેલની ટી.પી.સી. (ટોટલ પોલર કંમ્પાઉન્ડસ) વેલ્યુ અનેકગણી વધી જાય છે. વાસ્તવમાં FSSAI દ્વારા વપરાયેલા વનસ્પતિ તેલમાં ટી.પી.સી. વેલ્યુ ૨૫ ટકા નક્કી કરાઈ છે. જયારે બિનઉપયોગી વનસ્પતિ તેલમાં ટી.પી.સી. માટે ૧૫ ટકાની મર્યાદા છે, તેમ છતાં એકના એક તેલનો અનેકવાર ઉપયોગ કરી લોકોને રોગ ભેટમાં અપાય છે.
ટી.પી.સી. શા માટે મહત્વપૂર્ણ છે? તે બાબતે ફૂડ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, ટી.પી.સી. તેલ સાથે તૈયાર કરાવેલા ખોરાકના સ્વાદ અને પોષક મૂલ્યને નકારાત્મક અસર કરી શકે છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
