<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

તોલમાપ ખાતા દ્વારા રાજ્યભરમાં હાઇવેની ૧૮૩ હોટલો ઉપર દરોડાનો દોરઃ અનેક ગેરરિતીઃ ૪ લાખનો દંડ

રાજકોટ,તા.૧: ગુજરાત રાજ્યના અલગ-અલગ હાઈવે પર હોટલો ઉપર તોલમાપ ખાતાએ દરેડા પાડતા અનેક ગેરરિતી બહાર આવી. હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઈઓનો ભંગ કરતા કુલ ૧૮૩ જેટલી હોટલો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂ.૪.૬૩ લાખનો દંડ કરાયો છે. હોટલોમાં ચીજ વસ્તુઓના એમારપીથી વધુ ભાવ લેવા, જથ્થામાં ઓછું આપવું અને વજનકાંટો ન રાખવો જેવી ગેરરીતિઓ સામે આવી છે.

આ દરોડામાં તપાસણી દરમિયાન હોટલોમાં પેકેજ ચીજ વસ્તુ અને ઠંડા પીણામાં એમ.આર.પી.થી વધુ ભાવ લેવા,જથ્થામાં ઓછુ આપવુ, વજનકાંટોન રાખવો, મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થનો જથ્થોન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેકટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે.

વધુમાં હાઇવે હોટલો પર બહોળા પ્રમાણમાં પોતાની મુસાફરી દરમિયાન ગ્રાહકો ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમની પાસેથી વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન/માપમાં પણ છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યની હાઇવે હોટલો પર તંત્રના કાયદા / નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે ગઇકાલે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

 

(1:05 PM IST)