તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
મોરબીના નીચી માંડલ ગામે કેનાલમાં પડી જતા એશુકુમાર પ્રજાપતીનું મોત
ઉંચી માંડલ પાસે ઓરીસ્સાની મોરબી આવતા યુવાનનું બસમાં મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબીના નીંચી માંડલ ગામની સીમમાં કેનાલમાં પડી ડૂબી જતા યુવાનનું મળત્યુ નીપજ્યું હતું.
મોરબીના નીંચી માંડલ ગામે નોકેન વીટ્રીફાઈડ સિરામિકમાં રહેતો અંશુકુમાર રામનંદન પ્રજાપતિ (ઉ.૧૯) એ નીંચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જતા તેનું મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં ઓડીસા થી મોરબી રાજલક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસીને આવી રહેલ રતીકાન્તા મધુસુદન ભદ્રા (ઉ.૩૮) મોરબીના ઉંચી માંડલ ગામ નજીક પહોચતા રતીકાન્તાનું કોઈ કારણોસર મળત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૧૧)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
