તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
LPG સિલેન્ડરના ભાવ વધવાની સાથે FD અને UPIમાં પણ થયો મોટો ફેરફાર: જાણો વિગતો
આ બદલાવ લોકોના રોજિંદા જીવન પર પણ અસર પાડશે

માર્ચ મહિનાની શરૂઆત થતાં, દેશમાં ઘણા મહત્ત્વના નિયમોમાં બદલાવ થયો છે. આ બદલાવ લોકોના રોજિંદા જીવન પર પણ અસર પાડશે. LPG સિલેન્ડરના નવા ભાવ, FD દર, UPI ચુકવણી જેવા અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બદલાવો 1 માર્ચ, 2025થી અમલમાં આવ્યા છે
આજકાલ મોટાભાગના લોકો શૅર બજારમાં રોકાણ કરી રહ્યા છે. જેમાં એક રીત મ્યુચ્યુઅલ ફંડ પણ છે. હવે મ્યુચ્યુઅલ ફંડ અંગે એક નવો નિયમ આવ્યો છે. સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) એ ફોલિયો અને ડીમેટ એકાઉન્ટ્સ માટે નોમિનેશન પ્રક્રિયામાં સુધારો કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. ૧ માર્ચ, ૨૦૨૫ થી અમલમાં આવેલા સુધારેલા નિયમો અનુસાર, સંપત્તિ ટ્રાન્સફર હવે સરળ બનાવવામાં આવ્યું છે.
જો, રોકાણકાર બીમાર પડે કે મૃત્યુ પામે તો આ ફેરફારો ખૂબ જ ઉપયોગી છે. રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતા માટે 10 વ્યક્તિઓ નોમિનેટ કરી શકે છે. અઘોષિત સંપત્તિઓને રોકવા માટે સિંગલ-હોલ્ડર ખાતાઓ માટે નોમિની પ્રદાન કરવી ફરજિયાત રહેશે. આ સાથે, રોકાણકારોએ PAN, આધાર (છેલ્લા ચાર અંકો) અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સહિત નોમિનીની વિગતો આપવાની રહેશે.
તેલ કંપનીઓએ LPG સિલેન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. જોકે, કંપનીઓ દર મહિને આ વધારો કરે છે, આ વખતે કંઈ નવું નથી. દિલ્હી અને અન્ય રાજ્યોમાં કમર્શિયલ LPG સિલેન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં ૧૭૯૭ રૂપિયામાં મળતો ૧૯ કિલોનો કમર્શિયલ ગૅસ સિલેન્ડર હવે ૧૮૦૩ રૂપિયા થઈ ગયો છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
