તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ઈન્સ્ટાગ્રામ પર રીલ જોઈ ફીદા થઈ ગઈ, હરિયાણાની છોકરી રાજસ્થાન ભાગીને આવી ગઈ
પ્યાર કે કાગજ પે, દિલ કી કલમ સે

ચુરુ તા.૧: એક કપલને ૧ વર્ષથી ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થઈ રહી હતી અને બંનેએ પોતાના સંબંધ વિશે પરિવારને વાત કરી, પણ પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી, જે બાદ તેઓ ઘરેથી ભાગીને સાદુલપુર કોર્ટમાં આવી લગ્ન કરી લીધા. હરિયાણાની રહેવાસી દીક્ષાએ કહ્યું કે, તેમના આ સંબંધથી પરિવાર અને મામા નારાજ હતા.
કાયમ એવું કહેવાય છે કે, જોડી તો ઉપરથી બનીને આવે છે. પણ બદલાતા સમયમાં હવે આ કહેવત પણ બદલાતી દેખાઈ રહી છે. જ્યાં હવે જોડીઓ સોશિયલ મીડિયા પર બની રહી છે. કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, રાજસ્થાનના ચુરુમાંથી, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી દોસ્તી, પ્રેમમાં બદલાઈ અને હરિયાણાની યુવતી રાજસ્થાનના યુવકના પ્રેમમાં એવી તે પાગલ થઈ કે લગ્ન કરી નાખ્યા.
એસપી ઓફિસે પહોંચેલા કપલે જણાવ્યું કે, તેમને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર ઓળખાણ થઈ અને વાતો થવા લાગી અને વાતો ધીમે ધીમે આગળ વધી. બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર બંનેને પ્રેમ થઈ ગયો. સાદુલપુરના ચનાનાની રહેવાસી ૨૩ વર્ષિય સોનુએ જણાવ્યું કે, તે ૮મું પાસ છે અને બેંગલોર ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. તો વળી દીક્ષા હરિયાણાની રહેવાસી છે.
સાદુલપુર તાલુકાના ચનાના ગામના રહેવાસી સોનુએ લોકલ ૧૮ને જણાવ્યું કે, ૧ વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર વાતો થઈ રહી હતી અને બંનેએ સંબંધને લઈને ઘરે વાત પણ કરી. પણ પરિવારના લોકોએ ના પાડી દીધી, જે બાદ તેઓ ઘરેથી ભાગ્યા અને સાદુલપુર કોર્ટમાં જઈને બંનેએ લગ્ન કરી લીધા.
હરિયાણાની રહેવાસી દીક્ષાએ જણાવ્યું કે, તેમના આ સંબંધથી પરિવારના લોકો અને મામા નારાજ હતા. જે બાદ તેમને સતત ધમકીઓ મળતી હતી. તેના કારણે હવે એસપી ઓફિસે સુરક્ષાની માગ કરવા આવ્યા છીએ.(૩૮.૬)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
