તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
રાત્રે વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર કારે બાઇક ચાલકને મોતને ઘાટ ઉતાર્યો :સમી સાંજે અમિતનગર સર્કલ પર એસટી બસે 5 વર્ષના બાળકને કચડી નાખ્યું
અકસ્માત સર્જી કાર ચાલક અંદાજીત 100 મીટર સુધી બાઇક ઢસડી અને બાદમાં ફરાર : સાંજે અમિતનગર સર્કલ પાસે અંદાજીત પાંચ વર્ષના બાળકને એસ.ટી બસના ચાલકે કચડી નાખ્યો

વડોદરા શહેર પોલીસ દ્વારા હાલ માર્ગ સલામતી માસ-2025ની ઉજવણી કરવામાં આવી રહીં છે. તેવામાં ગત રાત્રે સમા કેનાલ પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે ગંભીર અકસ્માત સર્જતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. જોકે અકસ્માત સર્જી કાર ચાલક અંદાજીત 100 મીટર સુધી બાઇક ઢસડી ગયો અને બાદમાં ફરાર થઇ ગયો હતો. જોકે સમા પોલીસે કાર ચાલકને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમિતનગર સર્કલ પાસે અંદાજીત પાંચ વર્ષના બાળકને એસ.ટી બસના ચાલકે કચડી નાખ્યો હોવાની ઘટના બનાવ પામી છે
અકસ્માત મામલ સમા પોલીસ સ્ટેશન ખાતે મુકેશ કલાભાઇ ડામોરે નોંધાવેલી ફરીયાદ અનુસાર, તેઓ ખાનગી કન્સટ્રક્શન કંપનીમાં જે.સી.બી ડ્રાઇવર તરીકે કામ કરે છે. ગતરોજ સાંજે પોણા આંઠ વાગ્યાની આસપાસ તેમને ભુખ લાગતા તેઓ ચાલતા નાસ્તો કરવા માટે નિકળ્યા હતા. દરમિયાન તેમની સાથે કામ કરતા મુકેશ પાસીંગભાઇ પરમાર બાઇકને લઇને આવ્યો હતો. ત્યારે તેને પુછ્યું કે, ચાલતો ક્યાં જાય છે ? મુકેશે જણાવ્યું કે ભુખ લાગી છે નાસતો કરવા જઉં છું. (ગતરોજ સમા કેનાલ રોડ પર અકસ્માત સર્જનાર થાર) બાઇક ચાલક મુકેશ પરમારે તેના સાથી મુકેશ ડામોરને પોતાની બાઇક પર બેસાડી નાસતો કરવા માટે લઇ જતો હતો. તેવા તેણે કહ્યું કે, ગોડાઉન ઉપર જમવાનું બની ગયું હશે, તું નાસતો કરવાને બદલે જમી લે, જેથી મુકેશ ડામોરે હાં પાડતા બન્ને સમા કેનાલ રોડ પર આવેલા લીલેરીયા બેન્કિવેટ સામે આવેલા કટથી બાઇક વડાવતા દુમાડ ચોકડી તરફથી પુરઝડપે આવતી સફેડ રંગની થાર કારના ચાલકે મુકેશ પરમારને બાઇકને અડફેટે લેતા મુકેશ ડામોર રોડની એક તરફ ફંગોડાયો હતો. જ્યારે બાઇક ચાલક મુકેશ પરમારના બન્ને પગ ઉપર કાર ફરી વળી અને કારના બોનેટમાં બાઇક ફસાતા અંદાજીત 100 મીટર કાર ચાલક ઢસડીને લઇ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તેવામાં કાર ચાલક રસ્તા પરજ તેની કાર છોડી ફરાર થઇ ગયો અને 108 આવતા ગંભીર ઇજા પામેલા મુકેશ ડામોરની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો.
જ્યારે અકસ્માતમાં ઇજા પામેલા મુકેશ પરમારને સારવાર અર્થે સયાજી હોસ્પિટમલાં લઇ જવામાં આવ્યો હતો. જોકે આ મામલે સમા પોલીસે કાર ચાલક દિપક મકવાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અકસ્માત સર્જયા પહેલીની દિપકની કહાણી દિપક મકવાણા ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ કામ અર્થે અમદાવાદ સ્થિત ઓઢવ ખાતે ગયો હતો અને તા. 28 ફેબ્રુઆરીના રોડ સવારે વડોદરા પાછો આવ્યો હતો. દિવસ દરમિયાન ઘરે રહ્યાં બાદ સાંજે સાડા છ વાગે બે મિત્રો સાથે નેશનલ હાઇવે એલ.એન્ડ.ટી કંપની પાછળ ખેતરમાં બેસી દારુ પીધો, ત્યાંથી ઘરે જઇને સાડા સાત વાગે સમા સાવલી રોડ પર આવેલા એસ.સ્કેવર કોમ્પ્લેક્ષ ખાતે ગયો અને ઘરે પરત ફરતા સમા સાવલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો
સમા સાવલી રોડ પર ગતરોજ સર્જાયેલા અકસ્માતને પગલે ડીસીપી પન્ના મોમાયાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતુ કે, સમા સાવલી રોડ પર આવેલા લીલેરીયા બેન્ક્વિટ સામે થાર કારના ચાલક દિપક મકવાણાએ બાઇક પર સવાર બે લોકોને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મુકેશ પરમારને ગંભીર ઇજા પહોંચી છે અને મુકેશ ડામોરનું ઘટના સ્થળે મૃત્યું થયું હતુ. દિપક મકવાણા મુળ આણંદના ધરમજ ગામનો વાતની છે અને વડોદરાના સમા વિસ્તારમાં રહે છે. અકસ્માત સર્જી કાર સ્થળ પરજ મુકી ભાગી ગયો હતો. જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેની શોધખોળ કરતા દેણા ચોકડી પાસેની એક હોટલમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. કારનું રજીસ્ટ્રેશન તેના એક મિત્ર લાલચંદ ઉર્ફે લાલા પાલની છે. અકસ્માત સર્જનાર દિપક મકવાણા ગુનાહીત ઇતિહાસ ધરાવે છે, આ અકસ્માતને ધ્યાને રાખી કાર ચાલકનું લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેર પોલીસ દ્વારા હાલ માર્ગ સલામતી માસ-2025ની ઉજવણી કરવામાં આવી રહીં છે. તેવામાં ગત રાત્રે સમા કેનાલ પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે ગંભીર અકસ્માત સર્જતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતુ. જોકે અકસ્માત સર્જી કાર ચાલક અંદાજીત 100 મીટર સુધી બાઇક ઢસડી ગયો અને બાદમાં ફરાર થઇ ગયો હતો. જોકે સમા પોલીસે કાર ચાલકને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમિતનગર સર્કલ પાસે અંદાજીત પાંચ વર્ષના બાળકને એસ.ટી બસના ચાલકે કચડી નાખ્યો હોવાની ઘટના બનાવ પામી છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
