<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારા ૧૩ અરજદારોના રૂા.૨.૯૦ લાખ પરત અપાવતી સાયબર પોલીસ

બી. ડીવીઝન પોલીસના પી.આઈ.એસ.એસ.રાણેની રાહબરી હેઠળ કામગીરી

રાજકોટ, તા.૧: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ઓનલાઈન ફ્રોડના બનાવો ગઠીયાઓ તાત્‍કાલીક લોન અપાવવાના નામે, હોસ્‍પિટલમાં તાત્‍કાલીક પૈસાની જરૂર છે તથા ટેલીગ્રામમાં રેડીયો લોજીના ગૃપમાં એપ્‍લીકેશન મારફતે તેમજ ડ્રીમ-૧૧ એપમાં ક્રિકેટ ટીમ બનાવવાના નામે વધુ પૈસા મળવાની લાલચ આપી ઓનલાઈન છેતરપીંડી અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદો આવતા પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશ ઝા તથા જોઈન્‍ટ પોલીસ કમિશ્‍નર મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજજનસિંહ પરમાર તથા એસીપી આર.એસ. બારીઆ એ ઓનલાઈન ફ્રોડનો ભોગ બનારા અરજદારોને નાણા પરત અપાવવા માટે સૂચના આપતા બીડીવીઝન પોલીસ મથકના પી.આઈ. એસ.એસ. રાણેના માર્ગદર્શન હેઠળ સાયબર સેલના પી.એસ.આઈ. એ.બી.ચોધરી, કોન્‍સ. પુજાબેન વાળા, સંગીતાબેન ચાવડા તથા કાજલબેન મોલીયા સહિતની ટીમે ટેકનીકલ એનાલીસીસની મદદથી ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારા ૧૩ અરજદારોને રૂા.૨,૯૦,૬૪૬ પરત અપાવ્‍યા હતા.

(3:43 PM IST)