તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
કેવડાવાડીમાં નવા સ્પીડબ્રેકર પર બાઇક ઉલળીને થાંભલામાં ભટકાયું: ૧૪ વર્ષના પરેશનું મોત, માસીયાઇ ભાઇ સુમિતને ઇજા
ભગવતીપરામાં યોજાયેલા પ્રસંગમાં કેશીયો પાર્ટીમાં ઢોલ વગાડી ઘરે જતી વખતે બનાવઃ સ્પીડ બ્રેકર પર કામચલાઉ ચુનાના પટ્ટા જે ચાલકને દેખાયા નહિઃ કેનાલ રોડ પાસે ઝૂપડામાં રહેતો પરેશ પાંચ બહેનનો એક જ ભાઇ હતોઃ દેવીપૂજક પરિવારમાં ગમગીની

તસ્વીરમાં સ્પીડબ્રેકર પરથી ઉલળીને થાંભલામાં ભટકાતું બાઇક (પ્રથમ તસ્વીર), બાઇકચાલક અને પાછળ બેઠેલો તેનો માસીયાઇ ભાઇ ઉછળે છે તે (બીજી તસ્વીર) અને બંને ફેંકાઇ જાય છે તે (નીચે ત્રીજી તસ્વીર) અને નવા બનાવાયેલા સ્પીડબ્રેકર પર ચુનાના કામચલાઉ પટ્ટા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧: શહેરમાં જીવલેણ વાહન અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. કેવડાવાડીમાં નવા બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર પર રાતે બાઇક ઉલળીને થાંભલામાં અથડાતાં ચાલક વીસ વર્ષનો યુવાન અને પાછળ બેઠેલો તેનો ચોૈદ વર્ષનો માસીયાઇ ભાઇ ઉલળીની પછડાતાં બંનેને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં ચોૈદ વર્ષીય તરૂણનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકચાલકને સારવાર માટે દાખલ કરાયો હતો. બંને ભાઇઓ ભગવતીપરામાં પ્રસંગ હોઇ કેશીયો પાર્ટીમાં ઢોલ વગાડી ઘરે જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. નવા જ બનાવવામાં આવેલા મસમોટા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા કરવામાં આવ્યા ન હોઇ તેના બદલે કામચલાઉ ચુનાથી પટ્ટા ચીતરાયા હોઇ આ પટ્ટા ન દેખાતાં ચાલકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેનાલ રોડથી આગળ લલુડી વોંકળી નજીક એંસી ફુટ રોડ પર ઝુપડામાં રહેતો સુમિત રાકેશભાઇ પરમાર-દેવીપૂજક (ઉ.વ.૨૦) ગત સાંજે ભગવતીપરામાં કેશીયો પાર્ટીમાં ઢોલ વગાડવા ગયો હતો. તેની સાથે બાજુમાં રહેતો તેનો માસીયાઇ ભાઇ પરેશ મુકેશભાઇ શેખલીયા (ઉ.વ.૧૪) પણ ગયો હતો. રાતે સાડા બારેક વાગ્યે પ્રસંગ પુરો થતાં બંને ભાઇ બાઇક પર બેસી ઘરે જતા હતાં ત્યારે કેવડાવાડી-૮માં અચાનક સ્પીડ બ્રેકર આવતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું અને બંને ફંગોળાઇ જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ૧૪ વર્ષના પરેશનું મોત થયું હતું. સુમિતને દાખલ કરાયો હતો.
પરેશ પાંચ બહેનનો ઍકનો ઍક ભાઇ હતો. તેના પિતા બિમાર છે અને માતા છુટક કામ કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇઍ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં કઇ રીતે બાઇ સ્પીડબ્રેકર પર ઉલળીને થાંભલામાં અથડાય છે અને પછી બંને માસીયાઇ ભાઇઅો કઇ રીતે નીચે પટકાય છે તે દ્રશ્યો જાઇ શકાય છે. ચોદ વર્ષના પરેશનું માથું થાંભલામાં અથડાયા બાદ તે ઉંધો પડી જાય છે અને વીસ વર્ષનો સુમિત તેનાથી દૂર પડીને તરફડીયા મારતો જાવા મળે છે. બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં પરેશનું મોત થયું હતું. નવા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા મારવામાં આવ્યા ન હોઇ સ્પીડબ્રેકર ન દેખાતાં આ બનાવ બન્યાનું મૃતકના પરિવારજનોઍ કહ્નાં હતું. (૧૪.૮)
(3:16 PM IST)










