તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ગુજરાતમાં શનિવાર-રવિવાર સિવાય માર્ચમાં કુલ આટલા દિવસ બંધ રહેશે બેંકો:જાણો રજાની યાદી
માર્ચ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. વીકેન્ડના કારણે 8 દિવસ અને તહેવારોને કારણે 6 દિવસ બેંકોમાં રજા રહેશે: જાણો ગુજરાતમાં કયા-કયા દિવસો બેંકો બંધ રહેશે

આજથી શરૂ થયેલા માર્ચ મહિનામાં શનિવાર-રવિવાર સિવાય ઘણા તહેવારોને કારણે ઘણી રજાઓ આવવાની છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તેની ઓફિશિયલ માર્ચ મહિનાની હોલિડે લિસ્ટ બહાર પાડી છે. જે પ્રમાણે, આ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની છે.
ગુજરાત માટે RBIની ઓફિશિયલ વેબસાઈટ મુજબ, માર્ચ મહિનામાં શનિવાર અને રવિવારની નિયમિત રજાઓ સિવાય હજુ 2 વધારાની રજાઓ રહેશે, એટલે કે આ મહિને કુલ 10 દિવસ બેંકો બંધ રહેશે. જો તમે બેંક સંકળાયેલા કોઈ મહત્વપૂર્ણ કામની યોજનાઓ બનાવી રહ્યા હો, તો આ રજાઓની માહિતી મેળવ્યા બાદ જ બેંક મુલાકાત લો, જેથી તમારું કામ વિલંબ ન થાય.
ગુજરાતમાં માર્ચ મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો
- 2 માર્ચ - રવિવાર
- 8 માર્ચ - બીજો શનિવાર
- 9 માર્ચ - રવિવાર
- 14 માર્ચ, શુક્રવાર - હોળી (બીજો દિવસ) - ધુળેટી/ધુલંદી/ડોલ જાત્રા
- 15 માર્ચ, શનિવાર: યાઓસેંગ દિવસ: આ દિવસે અગરતલા, ભુવનેશ્વર, ઇમ્ફાલ, પટનામાં બેંકો બંધ રહેશે.
- 16 માર્ચ - રવિવાર
- 22 માર્ચ - ચોથો શનિવાર
- 23 માર્ચ - રવિવાર
- 30 માર્ચ - રવિવાર
- 31 માર્ચ - સોમવાર, રમઝાન-ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શાવલ-1)/ખુતુબ-એ-રમઝાન
- તમામ રાજ્યોમાં બેંકોની રજાઓ એકસરખી હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, વિભિન્ન રાજ્યો માટે અલગ-અલગ રજાઓની યાદી તૈયાર કરવામાં આવે છે, જે સ્થાનિક તહેવારો અને પ્રાદેશિક ઉજવણીઓને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. જો તમે તમારા રાજ્ય માટે બેંક રજાઓની સંપૂર્ણ માહિતી જાણવા માંગતા હો, તો RBIની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
- બેંકોમાં રજા દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેંકિંગની મદદ લઈ શકે છે. ગ્રાહકો ઘરે બેઠા જ નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને યૂપીઆઈ દ્વારા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકાય છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
