<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

વોટ્‍સએપ ડાઉનઃ હજારો યુઝર્સ પરેશાનઃ સોશિયલ મીડિયામાં મીમ્‍સનાં ઘોડાપુર

૭૦ ટકાથી વધુ લોકોએ મેસેજ મોકલવામાં સમસ્‍યાની ફરિયાદ કરી જ્‍યારે ૧૭ ટકા લોકોએ સર્વર કનેક્‍શનમાં સમસ્‍યાનો સામનો કરવો પડ્‍યો

નવી દિલ્‍હી તા.૧: શુક્રવારે સોશિયલ મેસેજિંગ એપ વોટ્‍સએપ ડાઉન થઈ ગઈ. ઘણા વપરાશકર્તાઓ સંદેશા મોકલી શકતા નથી. વપરાશકર્તાઓએ ડાઉન ડિટેક્‍ટર પર પણ રિપોર્ટ નોંધાવ્‍યા છે. જોકે, વોટ્‍સએપ તરફથી કોઈ નિવેદન આવ્‍યું નથી. દુનિયાભરના લાખો યુઝર પરેશાન થયા હોવાનું જાણવા મળ્‍યું છે. ભારત, યુકે સહિત અમેરિકા અને યુરોપના whatsapp યૂઝરે ફરિયાદ કરી હતી. જોકે આ મામલે મેટાએ કોઈ નિવેદન આપ્‍યું નથી.

WhatsApp અને ફેસબુક વપરાશકર્તાએ સવારથી સર્વર ફુંરૂઁ હોવાની ફરિયાદ કરી હતી. Down ડિટેક્‍ટર એ જણાવ્‍યું છે કે ભારત, યુકે, અમેરિકામાં આઉટેજની સમસ્‍યા ઊભી થઈ હતી.૫૫ ટકા યુઝરે મેસેજ મોકલવાની મુશ્‍કેલી પડી હોવાનું જણાવ્‍યું હતું. ૨૨ ટકા યુઝરે સર્વરમાં મુશ્‍કેલી પડી હોવાનું કહ્યું હતું, જ્‍યારે ૧૯ ટકા લોકોએ એપ્‍લિકેશન ક્રેશ tahi હોવાની ફરિયાદ કરી હતી.

WhatsApp down થતા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ અગ્રણી એક્‍સ પર લોકોએ ફેસબુક અને whatsapp યુઝરની હાંસી ઉડાવી હતી અને લોકોએ મિમ્‍સ પણ બનાવ્‍યા હતા.

અમેરિકામાંથી ૪,૦૦૦ અને ભારતમાંથી લગભગ ૧૦,૦૦૦ જેટલી ફરિયાદ નોંધાઈ છે, જેમાં ખાસ કરીને whatsapp dow હોવાનું જણાવ્‍યું હતું. બીજી બાજુ બ્રિટનમાંથી પણ હજારો લોકોએ ફરિયાદ મારી હતી.

 ખરેખર, એવું જાણવા મળ્‍યું છે કે આખી દુનિયામાં WhatsApp ડાઉન છે. આ સમસ્‍યા ફક્‍ત સ્‍માર્ટફોન પૂરતી મર્યાદિત નહોતી. હકીકતમાં, કોમ્‍પ્‍યુટર ધરાવતા લોકો પણ આ એપનો ઉપયોગ કરી શકતા નથી.

જ્‍યારે લોકોના સ્‍માર્ટફોન પર WhatsApp કામ કરતું ન હતું, ત્‍યારે લોકોએ તેના વિશે ફરિયાદ કરી. તમને જણાવી દઈએ કે ૭૦ ટકાથી વધુ લોકોએ સંદેશ મોકલવામાં સમસ્‍યાની ફરિયાદ કરી હતી જ્‍યારે ૧૭ ટકા લોકોએ સર્વર કનેક્‍શનમાં સમસ્‍યાનો સામનો કરવો પડ્‍યો હતો.

વોટ્‍સએપ ડાઉન થયા પછી, યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી. સોશિયલ મીડિયા પર મીમ્‍સનો પૂર આવ્‍યો. લોકોએ સોશિયલ મીડિયા પર વોટ્‍સએપ ડાઉન હોવાની પોસ્‍ટ કરી અને મીમ્‍સ પણ શેર કર્યા. એક યુઝરે લખ્‍યું, મારો ફોન રીબૂટ કર્યા પછી, હું હ્‍ પર ગયો કે WhatsApp ડાઉન છે કે નહીં તે તપાસું.

જ્‍યારે બીજા એક યુઝરે ભીડનો ફોટો પોસ્‍ટ કર્યો અને લખ્‍યું, ૅલોકો ઝડપથી ટ્‍વિટર તરફ દોડી રહ્યા છે કે શું વોટ્‍સએપ ડાઉન છે કે નહીં તે જાણવા માટે.ૅ

બીજા એક યુઝરે લખ્‍યું કે લોકો ટ્‍વિટર પર આવી રહ્યા છે કે વોટ્‍સએપ ડાઉન છે કે નહીં તે તપાસે.

એક યુઝરે X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, WhatsApp બંધ છે કે નહીં તે તપાસવા માટે અહીં કોણ છે?

એક યુઝરે લખ્‍યું કે લોકો X તરફ દોડી રહ્યા છે કે શું WhatsApp ડાઉન છે કે નહીં! હાહાહા.

યુકેમાં પણ વોટ્‍સએપ ડાઉન છે. ઘણા યુઝર્સે X પર પોસ્‍ટ કરીને આ માહિતી આપી છે. એક યુઝરે X પર લખ્‍યું યુકેમાં WhatsApp ડાઉન છે.(૩૮.૨)

(9:56 AM IST)