તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ધો-10 બોર્ડની પરીક્ષામાં મોટો છબરડો: ગણિતના બદલે વિદ્યાર્થીઓને અપાયું બેઝિક મેથ્સનું પેપર !
હાલોલમાં વી.એમ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર હોબાળો, વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતના પેપરના બદલે બેઝિક મેથ્સનું પેપર અપાયું હોવાનો આક્ષેપ

પંચમહાલના હાલોલમાં વી.એમ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર હોબાળો થયો હતો. ધોરણ 10ના ગણિતના પેપરને બદલે વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સનું પેપર અપાયું હોવાનો આક્ષેપ કરાયો છે. પેપરના કોર્ડ પરથી વિધાર્થીઓને જાણ થઈ હતી કે, પેપર અલગ છે. જો કે, આ સમગ્ર મામલે વિધાર્થીઓએ ખંડ નિરીક્ષકને પૂછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.
પરીક્ષા ખંડમાં કલાક પછી મુખ્ય નિરિક્ષકે પૂછતા વિધાર્થીઓની રજૂઆત બાદ પેપર બદલાયું હતું. પેપર બદલાયા બાદ વિધાર્થીઓને પૂરતો સમય ન મળતા નારાજ થયા હતા. વાલીઓ અને વિધાર્થીઓ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું કે, 'અમને બેઝિક મેથ્સનું પેપર આપવામાં આવ્યું હતું. જે બાબતે અમે ખંડ નિરીક્ષકને પૂછ્યું પરંતુ તેમણે કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ 1 કલાક અને 10 મિનિટ બાદ મુખ્ય સુપરવિઝન આવ્યા ત્યારે અમે તેમને વાત કરતા તેમણે પેપર બદલાવી આપ્યું હતું. જેના કારણે અમારે પેપર લખવામાં સમય ખૂટ્યો હતો'
જિલ્લા શિક્ષણ અધિકારી કે એમ પટેલે જણાવ્યું કે, 'શરતકુચના કારણે કેન્દ્ર દ્વારા એક બ્લોકમાં પેપેર આપવામાં ભૂલ થઈ હતી જો કે, ધ્યાને આવતા તરત પેપર બદલી દેવામાં આવ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ વિદ્યાર્થીઓને પુરતો સમય પણ આપવામાં આવ્યો હતો તેમ છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પેપેરની ગાડી રોકી દેવામાં આવી હતી. જે પણ મેળવી લેવામાં આવી છે. સાથો સાથ વિદ્યાર્થીઓના આક્ષેપને લઈ પણ તપાસ કરવામાં આવશે'
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
