<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

છત્રપતિ શંભાજી મહારાજ પર આધારીત ‘છાવા'એ કમાઇ લીધા ૫૬૩ કરોડ

૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્‍મ વિદેશમાં પણ મચાવી રહી છે ધૂમઃ વિક્કી કોૈશલ, રશ્‍મિકા મંદાન, અક્ષય ખન્‍નાની મુખ્‍ય ભુમિકા

મુંબઇ તા. ૧: વિક્કી કોૈશલ અને રશ્‍મિકા મંદાના તથા અક્ષય ખન્‍ના અભિનીત ઐતિહાસિક ફિલ્‍મ ‘છાવા'એ દેશભરના સિનેમાઘરોની બોક્‍સ ઓફિસ પર ધમાલ મચાવી છે. વિદેશમાં પણ છાવા રાજ કરી રહી છે. બે અઠવાડીયામાં જ આ ફિલ્‍મ બ્‍લોકબસ્‍ટર બની ગઇ છે અને બીજી આવી અનેક ફિલ્‍મોના સિંહાસન હાલકડોલક કરી નાંખ્‍યા છે.

વર્ષ ૨૦૨૩માં શાહરૂખ ખાનની પઠાણે રેકોર્ડ તોડયા હતાં. એ પછી ગયા વર્ષે પુષ્‍પા-૨એ રેકોર્ડ તોડયા હતાં. હવે છાવા ફિલ્‍મે રેકોર્ડ તોડયા છે. છત્રપતિ શંભાજી મહારાજ પર આધારિત ફિલ્‍મ છાવા ગત ૧૪ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. પહેલા અઠવાડીયામાં જ સેન્‍ચુરી મારી દીધી હતી અને અનેક મોટી ફિલ્‍મોને ધુળ ચટાવી દીધી હતી. છાવા ફિલ્‍મનું પહેલા દિવસે વર્લ્‍ડવાઇડ કલેક્‍શન માત્ર ૫૦ કરોડ રૂપિયા હતું. પણ હવે આ ફિલ્‍મ ૫૦૦ કરોડ કમાઇ ચુકી છે. ઓસ્‍ટ્રેલિયા, યુએસ, યુનાઇટેડ કિંગડમ, મલેશિયા જેવા દેશોમાં પણ છાવા રિલીઝ થઇ છે અને વિદેશોમાં ૭૮ કરોડની કમાણી કરી છે. બોલીવૂડ હંગામાના કહેવા મુજબ છાવા ફિલ્‍મે વર્લ્‍ડવાઇડ બે અઠવાડીયામાં ૫૬૩ કરોડની કમાણી કરી લીધી છે.

(2:40 PM IST)