<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

નકલી નોટનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે

આ વીડિયોમાં નકલી નોટ ખરીદવા માટે ફોન નંબર પણ આપવામાં આવ્યા છે

અમદાવાદ,તા.૧

સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં લાખો રૃપિયાની નકલી નોટ જોવા મળી રહી છે. આ વીડિયોમાં નકલી નોટ ખરીદવા માટે ફોન નંબર પણ આપવામાં આવ્યા છે. અમદાવાદઃ નકલી નોટનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિજય પટેલ નામના વ્યક્તિએ એક્સ પર વીડિયો અપલોડ કર્યો છે. આ વ્યક્તિ નકલી નોટોનો વેપાર કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  એક લાખની અસલી નોટ સામે પાંચ લાખની નકલી નોટ લઈ જાઓ તેવો ઉલ્લેખ કરાયો છે. વાયરલ વીડિયોમાં આ વ્યક્તિ ૫૦૦ રૃપિયાની નોટનો મોટો ઢગલો દેખાડી રહ્યો છે. આ વીડિયોમાં નોટનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિએ વીડિયોમાં પોતાનો મોબાઈલ નંબર પણ આવ્યો છે, તે ૧ લાખ રૃપિયાની અસલી નોટ સામે ૫ લાખ રૃપિયાની નકલી નોટ આપતો હોવાનું કહી રહ્યો છે.  ત્યારે પોલીસે આ વાયરલ વીડિયો પાછળની હકીકત શું છે તેની તપાસ કરવી જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ૫૦૦ રૃપિયાની નકલી નોટનો ઢગલો દેખાડી રહ્યો છે. આ વ્યક્તિ કહે છે કે એક લાખ રૃપિયાની સામે પાંચ લાખની નકલી નોટ આપવામાં આવશે. આ વ્યક્તિએ દાવો કર્યો કે આ નોટો મશીનમાં પણ પકડાતી નથી.

(9:50 PM IST)