૧લી જુલાઇથી રેલ્વે મુસાફરી મોંઘી થશે : વર્ષો બાદ રેલ્વે ભાડા વધશે : એસી અને નોન એસી મેલ, એકસપ્રેસ અને સેકન્ડ કલાસની ટિકિટોના ભાડામાં વધારો થશે : સેકન્ડ કલાસમાં ૫૦૦ કિમી. સુધીની યાત્રા પર કોઇ વધારો નહિ પણ જો યાત્રા ૫૦૦ કિમીથી વધુ હોય તો પ્રતિ કિમી અડધો પૈસો વધારે દેવો પડશે : AC વર્ગમાં પ્રતિ કિમી ૨ પૈસા વધારો : લાંબા અંતરની મુસાફરી કરનારને બોજો : મેલ - એકસપ્રેસના નોન એસીમાં પ્રતિ કિમી ૧ પૈસા વધુ લેવાશે3:06 PM IST
હાઇકોર્ટ અને રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : સવારે એક ઇ-મેઇલ મળતાં અમદાવાદ પોલીસે કોર્ટ પરિસરમાં તપાસ આરંભી એ પછી રાજકોટ કોર્ટને પણ ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો : શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટીના અધિકારીઓએ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડને સાથે રાખી કોર્ટના ખુણેખુણામાં ચેકીંગ કર્યુ પણ કંઇ વાંધાજનક ન મળ્યું : ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં બોમ્બ બ્લસ્ટની ધમકી આપનાર રેની જોસિલ્ડાને ગઇકાલે જ અમદાવાદ પોલીસે ચેન્નઇથી પકડી હતીઃ તેના દ્વારા જ મેઇલ શેડયુલ કરાયાની શંકાએ તપાસ3:14 PM IST
ઈરાન પરના અમેરિકી બોમ્બમારાથી અણુ કાર્યક્રમને માત્ર 'થોડા મહિના' જ પાછળ ધકેલાયો! : ગુપ્ત રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો : ટ્રમ્પના દાવાઓ સામે સવાલ! : ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓને કોઈ મોટું નુકસાન નહીં! : ઈરાન દ્વારા યુરેનિયમનો મોટો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડાયો હતો : વ્હાઇટ હાઉસે રિપોર્ટને 'સંપૂર્ણપણે ખોટો' ગણાવ્યો : ઇઝરાયેલી અધિકારીઓને પણ અસરકારકતા પર શંકા!1:23 AM IST
શું વઝીરપુરના 350 ઝૂંપડપટ્ટીવાસીઓને ઘર મળ્યા...? સૌરભ ભારદ્વાજે સીએમ રેખા ગુપ્તાને આ સવાલો પૂછ્યા : આપ નેતા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ રાત્રિ રોકાણના બહાને ઝૂંપડપટ્ટીઓની મુલાકાત લેતા અમે ત્યારે ડર વ્યક્ત કર્યો હતો કે જો ભાજપ ચૂંટણી જીતશે તો આ લોકો ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશે.1:00 AM IST
બ્રિટન પર યુદ્ધનું જોખમ : સંસદીય પેનલે 'સક્રિય તૈયારી' કરવા ચેતવણી આપી : રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાથી સીધા હુમલાની ભીતિ! : સુરક્ષા વ્યૂહરચનામાં ચીનને 'મોટા પડકાર' તરીકે ઓળખાવાયું : સાયબર હુમલાઓ અને સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરવાની ક્ષમતા પર ભાર : 'યુદ્ધના દૃશ્ય' માટે તૈયાર રહેવા સરકારનો આદેશ!12:26 AM IST
ન્યાયાધીશ વર્માના ઘરેથી બેનામી રોકડ મળી હોવા છતાં FIR કેમ નહીં? સંસદીય સમિતિમાં સાંસદોનો સવાલ : ન્યાયિક વ્યવસ્થાની પારદર્શિતા પર પ્રશ્નાર્થ! : જસ્ટિસ યશવંત વર્મા સામે કાર્યવાહી ન થતા સાંસદોમાં રોષ : ન્યાયાધીશો માટે આચારસંહિતા અને નિવૃત્તિ બાદ ૫ વર્ષ સુધી સરકારી નિમણૂકો ન આપવાની માંગ : ઉચ્ચ ન્યાયપાલિકાની નીતિમત્તા પર ગંભીર ચર્ચા!12:20 AM IST
ત્રીજી ભાષાને લઈને ફડણવીસનું મોટું નિવેદન : ત્રિભાષા સૂત્ર પર નિર્ણય લેતા પહેલા તમામ પક્ષો સાથે ચર્ચા કરાશે : મુખ્યમંત્રીના નિવાસ `વર્ષા` પર આયોજિત મહત્ત્વપૂર્ણ બેઠકમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે, શાળાકીય શિક્ષણ મંત્રી દાદા ભુસે, રાજ્ય મંત્રી ડૉ. પંકજ ભોયર અને શિક્ષા વિભાગના વરિષ્ઠ અધિકારી જોડાયા 12:16 AM IST
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના 'ધાંધલી'ના આરોપો ફગાવ્યા : ચર્ચા માટે રૂબરૂ મુલાકાતનું આમંત્રણ : 'કાયદા મુજબ જ ચૂંટણી યોજાઈ' હોવાનું જણાવ્યું : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના રાહુલ ગાંધીના આક્ષેપો સામે ચૂંટણી પંચનો વળતો પ્રહાર : પુરાવાના નાશના દાવાને નકારી કાઢ્યો : ગોપનીયતા અને સુરક્ષાના કારણોસર ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર!12:09 AM IST
ન્યુઝીલેન્ડમાં ધાર્મિક અસહિષ્ણુતાનો કાળો ડાઘ : બ્રાયન તામાકીના નેતૃત્વ હેઠળ હિંદુ, શીખ, બૌદ્ધ સહિતના ધ્વજ ફાડીને પગ તળે કચડાયા : ક્વીન સ્ટ્રીટ બની ધિક્કારનું મંચ! : જુઓ વિડિઓ : "NZનો સત્તાવાર ધર્મ: ખ્રિસ્તી ધર્મ" બેનર સાથે કટ્ટરપંથીઓની માર્ચ : બિન-ખ્રિસ્તી ધર્મોના ફેલાવા સામે વિરોધ : રાજકારણીઓ અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉગ્ર નિંદા : નફરતના ગુના વધે તે પહેલા કાર્યવાહી કરવા ઉઠી માંગ!12:12 AM IST
યુદ્ધવિરામ ભંગ થતા ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા : "આ શું કરી રહ્યા છે... તેમને જ નથી ખબર!" - ઇઝરાયેલ-ઇરાનના યુદ્ધે ટ્રમ્પને પણ જાહેરમાં, એક રાષ્ટ્રપતિ ને ન શોભે તેવી 'ગાળાગાળી' કરાવી! : જુઓ વિડીયો : ટ્રમ્પે યુદ્ધવિરામ જાહેર કર્યાના કલાકોમાં જ બંને દેશો દ્વારા ભંગ થતા આક્રોશ વ્યક્ત કર્યો : B2 પાઇલટ્સે ઇરાનની અણુ સુવિધાઓને 'પથ્થર નીચે' દફનાવી દીધી હોવાનો દાવો : શાંતિ પ્રયાસો પર ફરી પાણી ફેરવાયું!11:57 PM IST
મહારાષ્ટ્રમાં બનશે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે :યુપીના આ પ્રોજેક્ટને પણ પાછળ છોડી દેશે; શક્તિપીઠ પર નામ કેમ? : દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટે રાજ્યમાં ૮૦૨ કિલોમીટર લાંબા એક્સપ્રેસવેના નિર્માણને મંજૂરી આપી :આ એક્સપ્રેસવે વર્ધા જિલ્લાના પવનારને સિંધુદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્ર-ગોવા સરહદ પર સ્થિત પત્રાદેવી સાથે જોડશે. તેને શક્તિપીઠ એક્સપ્રેસવે નામ અપાયું 11:50 PM IST
ગિલની કેપ્ટનશીપનો કારમો પ્રારંભ : હેડિંગ્લે ટેસ્ટમાં ભારતની શરમજનક હાર : ઇંગ્લેન્ડે ૫ વિકેટે વિજય મેળવી ટેસ્ટ સીરીઝમાં ૧-૦ની લીડ મેળવી! : કપ્તાનીના પ્રથમ જ મુકાબલામાં શુભમન ગિલ નિષ્ફળ : ભારતની નબળી ફિલ્ડિંગ અને કેચ છોડવાની મોંઘી ભૂલ ભારે પડી : ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ૧૧ ટેસ્ટમાં ૭મી હાર નોંધાઈ!11:13 PM IST
PF ઉપાડમાં મોટો ફેરફાર કરાયો : હવે 72 કલાકમાં 5 લાખ રૂપિયા ઉપાડી શકો છો : 7 પોઈન્ટમાં સમજો સંપૂર્ણ વિગતો : કટોકટી અથવા જરૂરિયાતના કિસ્સામાં પ્રોવિડન્ટ ફંડમાંથી એડવાન્સ ઉપાડની મર્યાદા ₹ 1 લાખથી વધારીને ₹ 5 લાખ કરી : આ રકમ 72 કલાક (3 દિવસ) ની અંદર ઓટો સેટલમેન્ટ મોડમાં વપરાશકર્તાના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય10:44 PM IST
"મેં ઈરાનનું મીઠું ખાધું છે, હું આ રીતે નહીં જાઉં":ભોપાલના અબરારને હજુ ઈરાન છોડવું નથી :પરિવાર દ્વારા તેમની સલામતી માટે પ્રાર્થના : ભોપાલના બે વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયેલા છે આમાંથી એક વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા વિના પાછો ફરવા માંગતો નથી:એક વિદ્યાર્થી કહે છે કે જ્યારે ત્યાં પરિસ્થિતિ સુધરશે ત્યારે તે દેશમાં પરત ફરશે10:30 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે કરાયા નોમિનેટ : 'ટ્વિટર કૂટનીતિ'થી ઇઝરાયેલ-ઇરાન યુદ્ધવિરામ કરાવી દીધો? 'શાંતિનો દૂત' બનવાની હરીફાઈમાં નવા ખેલાડીની એન્ટ્રી! : અમેરિકી રિપબ્લિકન સાંસદ બડી કાર્ટરની 'બોલ્ડ' ભલામણ : 'અશક્ય' ગણાતા કરારને શક્ય બનાવનાર ટ્રમ્પની કૂટનીતિ પર વિશ્વ આભુ! શું હવે નોબેલ કમિટી પણ 'મેક પીસ ગ્રેટ અગેઈન'ના નારા લગાવશે?10:26 PM IST
આખરે અમિતાભ બચ્ચનનો અવાજ દૂર કરાયો : લોકોને રાહત :ડાયલર ટોન અંગે ફરિયાદના 24 કલાકમાં નિર્ણય : સાયબર છેતરપિંડી અંગે ચેતવણી આપતા દરેક ફોન કોલ પર જે ડાયલર ટોન સંભળાતો હતો તે બંધ થઈ ગયો: દિલ્હીમાં ટેલિકોમ મંત્રાલય સ્તરે એક જ દિવસમાં નિર્ણય:ઈંદોરના પૂર્વ ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ યોગાભ્યાસમાં ભાગ લેવા માટે ઈન્દોર આવેલા કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક મેમોરેન્ડમ સોંપ્યું હતું.10:07 PM IST
જામીન મળ્યા પછી પણ મુક્ત નહીં કરાતા સુપ્રીમ કોર્ટ ખફા : કહ્યું- આ ન્યાયની મજાક છે:જેલ અધિકારીને સમન્સ પાઠવ્યું : યુપીમાં ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપીને જામીન મળ્યા પછી પણ મુક્ત ન કરવા સામે સુપ્રીમ કોર્ટે સખત વાંધો ઉઠાવ્યો :કોર્ટે જેલ વહીવટીતંત્રની કામગીરીને 'ન્યાયની મજાક' ગણાવી અને જેલ મહાનિર્દેશક અને જેલ અધિક્ષકને સમન્સ પાઠવ્યા 9:58 PM IST
ભોપાલમાં ફાયરિંગ રેન્જમાં તાલીમ દરમિયાન અકસ્માત: લોખંડનો ડમી બોમ્બ માથા પર પડતા એક સૈનિકનું મૃત્યુ : ભોપાલમાં આર્મી ફાયરિંગ રેન્જ સુખી સેવાનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન તાલીમ દરમિયાન, સૈનિકના માથા પર લોખંડનો ડમી બોમ્બ પડ્યો: ડમી બોમ્બ 4 કિલોથી વધુ વજનનો હતો અને 400 ફૂટની ઊંચાઈથી પડ્યો હતો,9:54 PM IST
નવી બ્રેસ્ટ કેન્સર રસીએ લાખો લોકોમાં આશા જગાવી : ત્રણ ડોઝ પછી ટ્યુમરનું જોખમ શૂન્ય: પ્રથમ તબક્કાનું પરીક્ષણ સફળ : બ્રેસ્ટ કેન્સરની સારવારમાં નવી સફળતા મળી : ફાર્માસ્યુટિકલ કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક રસી બનાવી છે જે કેન્સરમાં ગાંઠના વિકાસને સંપૂર્ણપણે રોકી શકે છે : આ રસી કેન્સરના કોષોને વધવા દેતી નથી9:54 PM IST
OIC ની બેઠક પાકિસ્તાનના પક્ષપાતી રાજકારણનું મંચ બની: ભારત વિરુદ્ધ ઉઠાવ્યા પ્રશ્નો : OIC એ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સિંધુ જળ સંધિનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને તેને કોઈપણ સંજોગોમાં તોડવું જોઈએ નહીં: OIC એ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સિંધુ જળ સંધિનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને તેને કોઈપણ સંજોગોમાં તોડવું જોઈએ નહીં9:53 PM IST
ભારતનું તમાકુ સામેની હિંમતભરી લડાઈ માટે ડબલિનમાં વૈશ્વિક સન્માન: WHOના ડાયરેક્ટર જનરલે કરી પ્રશંસા : વિશ્વ આરોગ્ય સંગઠનની MPOWER વ્યૂહરચના હેઠળ લોકોને તમાકુ છોડવામાં મદદ કરવાના પ્રયાસો બદલ દેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પ્રતિષ્ઠિત બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ ગ્લોબલ ટોબેકો કંટ્રોલ એવોર્ડની O શ્રેણીમાં સન્માનિત કરાયું 8:34 PM IST
રાજકોટ સ્વામી નારાયણ ગુરુકુળ સાથે જોડાયેલ અપાચે જંકશન, એરિઝોના વૈદિક કલ્ચર સેન્ટર યુએસએ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ સભા અને જન સાહિત્ય સભા યોજાઈ : પૂ, શાંતિપ્રિયાદાસજી સ્વામીજી અને પૂ,હરિનિવાસ દાસજીના આશીર્વાદ થકી દિવ્ય કાર્યક્રમ : વક્તા કલાકાર પ્રફુલભાઇ હિંગુએ તરબોળ કર્યા :ડો,ચતુરભાઈ બાબરીયા અને જીગ્નેશભાઈ દોમડિયાના સહકારથી સત્સંગ પ્રસાદનું આયોજન :દક્ષિણ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દૂ પરિષદના સંપર્ક પ્રમુખ ભરતભાઈ લાઠીવાળાએ સનાતન ધર્મ સંદર્ભે વિચારો વ્યક્ત કર્યા 9:15 PM IST
હવે રાષ્ટ્રીય માનવ આયોગ ક્યાં છે? લઘુમતી આયોગ ક્યાં છે?: ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં દલિતો પર થયેલા હુમલા પર મમતા બેનર્જી ગુસ્સે : મમતાએ કહ્યું કે જે કંઈ થયું તે શરમજનક છે અને હું તેની નિંદા કરું છું. હું દલિતોને દલિત નહીં પણ માણસ તરીકે જોઉં છું. ઉત્તર પ્રદેશમાં દલિતો પર થયેલા હુમલા અંગે ભાજપ સરકાર જે કંઈ કરી રહી છે તે ખૂબ જ ખરાબ છે.8:07 PM IST
જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ જેવા દેશો સૌથી સુરક્ષિત: ભારતનું નામ યાદીમાં સામેલ નહીં : વિશ્વના ઘણા ભાગોમાં વધતી અસ્થિરતા અને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ભય વધ્યો : કેટલાક દેશોને તેમની ભૌગોલિક સ્થિતિ, લશ્કરી તટસ્થતા અને સ્થિર પરિસ્થિતિઓને કારણે સલામત આશ્રયસ્થાનો માનવામાં આવી રહ્યા છે7:32 PM IST
તૂટેલા સામાનની ટ્રોલી....ઘસાઈ ગયેલા ટાયર....ઝાંખા રનવે લાઇનના નિશાન... DGCA ની તપાસમાં એરપોર્ટ અને એરલાઇન્સની પોલ ખુલી : સંયુક્ત મહાનિર્દેશકના નેતૃત્વમાં બે ટીમો બનાવવામાં આવી હતી: ફ્લાઇટ્સ, વિમાનો અને એરપોર્ટની દરેક નાની-મોટી વસ્તુનું નિરીક્ષણ કર્યું : આ દેખરેખમાં એવી ખામીઓ પકડાઈ હતી કે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે!7:20 PM IST
સ્ટાર વોર્સ ‘હકીકત’ બન્યું : ચીની સેટેલાઇટે ૩૬,૦૦૦ કિમી દૂરથી ૨-વોટના 'લેસર'થી સ્ટારલિંકને પછાડ્યું : અંતરિક્ષમાં ડેટા ક્રાંતિનો ધડાકો! : માત્ર મીણબત્તીના પ્રકાશ જેવું લેસર ૧ Gbpsની ઝડપે ડેટા મોકલશે! HD વિડિઓ સ્ટ્રીમિંગ, ટેલિકોમ, મીડિયા અને અંતરિક્ષ મિશનમાં અકલ્પનીય મદદરૂપ : અવકાશ સંદેશાવ્યવહારમાં ચીનનો દબદબો!7:18 PM IST
સનસનાટીપૂર્ણ આરોપ: લીલાવતી ટ્રસ્ટે HDFC બેંકના CEO વિરુદ્ધ ₹૨ કરોડની લાંચના મામલે CBI તપાસની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા! : ટ્રસ્ટે જગદીશન અને HDFC બેંક વિરુદ્ધ ₹૧,૦૦૦ કરોડનો સિવિલ બદનક્ષીનો દાવો અને ગુનાહિત બદનક્ષીની ફરિયાદ પણ દાખલ કરી: ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ૧૮ જુલાઈએ સુનાવણી7:17 PM IST
ચૂંટણી જીત પર કાયદેસરની મહોર: બીજી પત્નીની માહિતી જાહેર કરવી એ ચૂંટણી રદ કરવાનું કારણ નથી બનતું! – બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો : સામાજિક કાર્યકર્તા સુધીર બ્રિજેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે ગાવિતે ફોર્મ ૨૬ માં પોતાની "પત્ની નંબર ૨" તરીકે રૂપાલી ગાવિતનું નામ જાહેર કર્યું હતું, આ લગ્ન અમાન્ય 7:09 PM IST
ર૧ વખત ૐ ધ્વનિ પ્રયોગથી જીવન ઝગમગશે : પૂજ્ય પારસમુનિ મહારાજ : સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મહારાજ સાહેબ ‘અકિલા'ના આંગણે પધાર્યા : જીવનમાં સકારાત્મક પરિવર્તન આપતા સરળ અને સચોટ પ્રયોગો આપ્યા : ધાર્મિક ક્રિયાકાંડથી બહાર આવીને ખુદમાં બિરાજમાન પરમાત્માને ઓળખો-તેની પુજા કરોઃ નકારાત્મક ઉર્જા-પ્રયોગોનો પાર નથી, ખુદની આભા તેજ બનાવોઃ સાધના માર્ગે કષ્ટ હોય, દુઃખ ન હોય2:26 PM IST
પરમાત્માનું છે, તેમના કાર્યમાં અર્પણઃ પૂ. પારસમુનિ : જીતુભાઈ બેનાણી રિનાબેન બેનાણીનાં હસ્તે જૈન ભોજનાલયનું લોકાર્પણઃ પૂજ્ય હેમપ્રભસૂરીશ્વરજી, માદેકા પરિવાર, કામદાર પરિવારનો વિશેષ આભાર માન્યો મયુર શાહેઃ જૈન ભોજનાલયનો વાર્ષિક ખર્ચ ૧.૫૦ કરોડઃ મેહુલીયાની જેમ દાતાઓ પણ મન મૂકીને વરસ્યાઃ વિશેષ દાનની અપીલ2:33 PM IST
મતદાર યાદી પારદર્શક રીતે તૈયાર થાય છે: મહારાષ્ટ્ર અને હરિયાણાના CEO એ રાહુલ ગાંધીને કડક જવાબ આપ્યો : પંચે સ્પષ્ટ કર્યું કે ચૂંટણીઓ સંસદ દ્વારા બનાવેલા કાયદા અને નિયમો અનુસાર સખત રીતે હાથ ધરવામાં આવે છે : ચૂંટણી પંચે 2024ની મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિના રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો : રાહુલ ગાંધીને પત્ર દ્વારા સીધી વાતચીત માટે આમંત્રણ મોકલ્યું : અનુકૂળતા મુજબ તારીખ અને સમય નક્કી કરીને કમિશનને જાણ કરવા કહેવામાં આવ્યું : ચૂંટણી સંબંધિત દરેક શંકાઓ દૂર કરવામાં આવશે 6:21 PM IST
FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ : અમેરિકાનું વિઝા સપનું સાકાર થશે કે ટાઈમ બોમ્બ ટિક-ટિક કરી રહ્યો છે ભારતીય ફેન્સ માટે? : તમારું વિઝા સપનું ક્યાં અટક્યું છે? મુંબઈમાં ૯.૫ મહિના, ચેન્નાઈમાં ૧૪ મહિનાની અમેરિકી વિઝા માટેની લાંબી લાઈન! : પડોશી દેશોમાં તક? દોહા અને બેંગકોકમાં માત્ર ૧ મહિનામાં એપોઇન્ટમેન્ટ!5:29 PM IST
શેરબજારમાં રોમાંચક રેસ : નિફ્ટી ૨૫,૩૦૦ ની સપાટી કૂદાવી ઇતિહાસ રચ્યો, પણ ભૌગોલિક-રાજકીય તણાવના વાદળો ઘેરાતા બજાર અપેક્ષાથી નીચે બંધ! : ઇઝરાયેલ-ઈરાન યુદ્ધવિરામની અટકળોથી બજારમાં ઉછાળો, પછી મિસાઈલ હુમલાના સમાચારથી નરમાઈ : સેન્સેક્સ ૮૨,૦૫૫ અને નિફ્ટી ૨૫,૦૪૪ પર બંધ : બેન્કિંગ અને મિડકેપ શેરોમાં તેજી : ડિફેન્સ અને IT શેરોમાં પ્રોફિટ-બુકિંગ5:13 PM IST
પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ પાર્ટી માટે મોટો ફટકો : કોંગ્રેસમાં જૂથવાદ પણ ખુલ્લેઆમ બહાર આવ્યો : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પેટાચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તથા પંજાબમાંથી પણ એક રાજીનામું પડ્યું : લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહેલા ભારત ભૂષણ આશુએ પરિણામો જાહેર થયાના થોડા કલાકોમાં જ પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી4:47 PM IST
ગુગલે ભારતમાં AI મોડ ઇન સર્ચ લોન્ચ કર્યું : વપરાશકર્તાઓ પહેલા કરતા વધુ સારા શોધ પરિણામો મેળવી શકે તે માટે જેમિની 2.5 ના કસ્ટમ વર્ઝનનો ઉપયોગ કર્યો : આ વર્ષની શરૂઆતમાં એક પ્રયોગ તરીકે અમેરિકા માટે AI મોડ રજૂ કરવામાં આવ્યો હતો આ પછી તે અન્ય દેશો માટે પણ રજૂ કરવામાં આવ્યું હતું ભારતમાં, તે હાલમાં ફક્ત અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ7:27 PM IST
સોનમના કાવતરા કરતા પણ વધુ ખતરનાક છે તેલંગાણાના કુર્નૂલનો કેસ : લગ્નના એક મહિનાની અંદર લોહિયાળ કાવતરું ઘડ્યું તે બીજું કોઈ નહીં પણ તેની નવપરિણીત પત્ની અને સાસુ હતા : માતા અને પુત્રી બંનેના એક જ વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતા જેના કારણે ખૂની ખેલ ખેલાયો : પુરાવા જોઈને માતા અને પુત્રી ચોંકી ગયા અને અને પોલીસે રહસ્ય ખોલ્યું4:32 PM IST
ગુચી, પ્રાડા ભૂલી જાવ! વિદેશી પ્રવાસીઓ ભારતમાં 'પાન મસાલા બેગ' સાથે ધૂમ મચાવી રહ્યા છે, ઝોમેટો ડિલિવરી બોય પણ દંગ રહી ગયો! :જુઓ વિડીયો : હાલમાં ભારતની મુલાકાતે આવેલા કન્ટેન્ટ ક્રિએટર્સ રોસાલ્બા પેરેઝ અને જેકલીન મોરાલેસે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો છે જેણે ઇન્ટરનેટ પર મચાવ્યું છે તોફાન 4:30 PM IST
યુવકે શિવલિંગ પર ચડાવ્યું એક યુનિટ લોહી3:55 PM IST
રસ્તા પર ભીખ માંગવાને સજાપાત્ર ગુન્હો બનાવાશે : ગુજરાત પોલીસે ‘‘સ્ટ્રીટ બેગિંગ'' (રસ્તા પર ભીખ માંગવી) ઉપર પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ કરી : રાજકોટ સહિતના મહાનગરોમાં અમલી બનશેઃ ટ્રાફિક સેફટીનો હેતું: ભીખારીઓના પુનવર્સન ઉપર પણ ધ્યાન રખાશેઃ કર્ણાટક-મધ્યપ્રદેશનું મોડલ સ્વીકારવા તૈયારી10:12 AM IST
સરકારી-કચેરીઓમાં હવે ધક્કા નહી ખાવા પડેઃ ગોપાલ ઇટાલીયા : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઐતિહાસીક વિજય બાદ ગોપાલ ઇટાલીયાનો ભવ્ય રોડ-શોઃ જાહેરમાં મતદારોનો આભાર માન્યોઃ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ : કિરીટ પટેલની દલાલી કરવાવાળા અધિકારીઓ વિસાવદરની જનતાની માફી માંગેઃ કેશુબાપાએ જે રસ્તો બનાવ્યો તે રસ્તા ઉપર ચાલવા માટે મતદારોએ મને યોગ્ય ગણ્યોઃ ગોપાલ ઇટાલીયા11:18 AM IST
ભારતમાં સૌથી લાંબુ જીવન જીવે છે કેરળના લોકો : સરેરાશ આયુષ્ય ૭૫ વર્ષ છે, જેમાં મહિલાઓ માટે તે લગભગ ૭૯ ટકા અને પુરુષો માટે લગભગ ૭૨ ટકા છે : સમગ્ર વિશ્વમાં સરેરાશ આયુષ્ય ધીમે ધીમે ઘટી રહ્યું છે આવી સ્થિતિમાં કેરળમાં લોકો સૌથી વધુ જીવે છે.કેરળમાં નાળિયેર, માછલી, લીલા શાકભાજી અને ચોખા જેવા પરંપરાગત ખોરાક ખાવામાં આવે છે, જે પોષણથી ભરપૂર છે9:48 AM IST
પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત રહી : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP પ્રમુખ વાઈ.એસ.જગનમોહન રેડ્ડીની રેલીમાં માનવતા મરીપરવારી હોય તેવી ભયાનક ઘટના :એકતરફ વળદ્ધ કચડાઈ રહ્યા હતા, છતાં સમર્થકો જગનમોહન પર ફુલોની વર્ષા કરતા રહ્યા હતા. આ ઘટના એક વીડિયો પણ વાયરલ થયો10:23 AM IST
ઘોર કળિયુગ જુગારમાં પત્નીને હારી ગયોઃ એક-બે નહીં ત્રણ વખત મિત્ર પાસે મોકલી : ઇન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પતિએ જુગારનું દેવું ચૂકવવા માટે તેની પત્નીને દાવ પર લગાવી દીધી અને તેની ઇજ્જત વેચી દીધી :પુરુષે પોતાની પત્નીને બળજબરીથી તેના મિત્ર સાથે હોટલમાં મોકલી અને તેની સાથે સેક્સ કરવા માટે મજબૂર કરી10:18 AM IST
મિલકત ખરીદવાનું સ્વપ્ન ૯૦% લોકોને બનાવી રહ્યું છે કંગાળ : ગુરુગ્રામ સ્થિત રિયલ એસ્ટેટ સલાહકાર ઐશ્વર્યા શ્રી કપૂરે દાવો કર્યો છે કે ભારતમાં ૯૦% ખરીદદારો મિલકત ખરીદવામાં નિષ્ફળ રહ્યા છે : કેટલાક ખાસ લોકો ચતુરાઈથી સંપત્તિ બનાવીને ધનવાન બની રહ્યા છે, મોટાભાગના ઘર ખરીદનારાઓ રોકાણ નહીં, પણ જવાબદારી ખરીદી રહ્યા છે, શ્રીમંત લોકો પ્રી-લોન્ચમાં ખરીદી કરે છે અને ૩-૫ વર્ષમાં નફો કમાય છે10:17 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે12:52 PM IST
ડ્રાઇવરો માટે સાચા અર્થમાં 'અચ્છે દિન'! મોદી સરકાર લાવી રહી છે 'ડ્રાઇવર-માલિકીની' રાઇડ-હેલિંગ એપ : હવે કમાણી થશે ડબલ અને યાત્રીઓને પણ મળશે જબરદસ્ત ફાયદો! : કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના વિઝનથી 'સહકારી ટેક્સી સેવા' નો પાયલોટ પ્રોજેક્ટ દિલ્હી, મુંબઈ સહિત ૪ શહેરોમાં આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે : ખાનગી કંપનીઓને કમિશન આપવાની મજબૂરી ખતમ : ડ્રાઇવરો પોતે જ બનશે માલિક!9:35 PM IST
નમો ભારત ટ્રેન જેમના ઘર-પ્લોટ પાસેથી પસાર થશે, તેમની તો લાગી જશે લોટરી! – જાણો કેવી રીતે RRTS કોરિડોર બદલી રહ્યો છે રિયલ એસ્ટેટનું ચિત્ર : મેરઠ અને ગાઝિયાબાદમાં RRTSને કારણે તમામ પ્રકારની પ્રોપર્ટીની માંગમાં વધારો થયો છે. પ્લોટેડ હાઉસિંગ, ગેટ્ડ સોસાયટી અને મિડ-રાઇઝ એપાર્ટમેન્ટ્સની માંગ ઝડપથી વધી 9:32 PM IST
વારાણસીમાં કાલે 25મી સેન્ટ્રલ રિજનલ કાઉન્સિલની બેઠક:ગૃહમંત્રી અમિતભાઇ અધ્યક્ષતા કરશે: વિકાસ માટેના રોડમેપ પર ચર્ચા થશે : ગૃહમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ હાજરી આપશે10:33 PM IST
ભારતીય ક્રિકેટ જગત શોકમાં : પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું ૭૭ વર્ષની વયે દુઃખદ નિધન! : રાજકોટમાં જન્મેલા, કલકત્તામાં સ્થાયી થયેલા દિલીપ દોશીએ લંડનમાં હૃદયરોગના હુમલાથી અંતિમ શ્વાસ લીધા : ૧૯૭૯ થી ૧૯૮૩ દરમિયાન ભારત માટે ૩૩ ટેસ્ટ અને ૧૫ વન-ડે રમ્યા : તેમની 'ઇમેક્યુલેટ કંટ્રોલ ઓફ ફ્લાઇટ એન્ડ ટર્ન' માટે જાણીતા હતા11:13 PM IST
ફક્ત મિલકતની નોંધણી કરાવવાથી તમે તેના કાયદેસર માલિક બની શકતા નથી: સુપ્રિમકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : જો તમે ફક્ત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મિલકત ખરીદી હોય, તો તમારે ઝીણવટભરી બાબતો વાંચવાની અને તેનાથી આગળ વધવાની જરૂર : કેસમાં આપેલા ચુકાદાની સીધી અસર ભારતમાં લાખો ઘર ખરીદનારાઓ અને રોકાણકારો પર પડશે11:29 PM IST
મધ્ય પૂર્વમાં જોર્ડન, સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, કતાર, યુએઈ, ઓમાન, સીરિયા, ઈરાકમાં આવેલ અમેરિકન લશ્કરી થાણાઓ પર સતત સાયરન, ઈરાનના હુમલાની આશંકાથી તણાવ: અમેરિકા સૈનિકો અંડર ગ્રાઉન્ડ બેરેકમાં : ટ્રમ્પ હાલમાં સિચ્યુએશન રૂમમાં સંરક્ષણ સચિવ અને સ્ટાફના વડાઓ સાથે દોહામાં થયેલા વિસ્ફોટો ઉપર નજર રાખી રહ્યા છે: અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરી વધારી દીધી11:32 PM IST
લાખોની 'લાબુબુ ડોલ'નો ક્રેઝ vs. કરોડો ગ્રામીણ કારીગરોની ભારતીય પારંપરિક ઢીંગલીઓનો વિસ્મૃત જાદુ! : સોશિયલ મીડિયા પર વિચિત્ર દેખાતી 'લાબુબુ' લાખોમાં વેચાઈ! : હોલીવુડ-બોલીવુડ સેલિબ્રિટીઓ પણ દિવાના : બીજી તરફ, સદીઓ જૂની તમિલનાડુની થલૈયટ્ટી બોમ્મઈ, કર્ણાટકના ચન્નાપટના રમકડાં, રાજસ્થાની કઠપૂતળીઓ અને ગુજરાતનો જાદુ ક્યાં ગુમ થયો?11:46 PM IST
આકાશનો 'મહારાજા' એર ઇન્ડિયા, કમનસીબ દુર્ઘટનાના બોજ નીચે દબાયો : ૧૦ દિવસમાં ૮૫થી વધુ ફ્લાઈટ્સ રદ, લાઇસન્સ રદ કરવાની ધમકી! : ૧૨ જૂને અમદાવાદમાં થયેલા બોઈંગ AI ૧૭૧ ની દુઃખદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના 'ખરાબ દિવસો' શરૂ : DGCAની કડક નજર હેઠળ સલામતી પર સવાલો : 3 અધિકારીઓ બરતરફ, છતાં DGCA દ્વારા એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં ક્લીનચીટ!11:48 PM IST
શાહજહાંપુરમાં VHP નેતા સાધ્વી પ્રાચીના અંગત ગનર ઝંકાર સિંહ પર જીવલેણ હુમલો: હાલત ગંભીર : બરેલીમાં સારવાર હેઠળ : સાધ્વી પ્રાચીએ કહ્યું કે યુપી સરકાર દાવો કરે છે કે ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ અપાઈ છે પરંતુ અહીં પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. મેં પોતે ઇન્સ્પેક્ટરને ફોન કરીને આરોપીઓની ધરપકડની માંગ કરી છે12:26 AM IST
ગલ્ફ દેશોમાં જીપીએસ જામિંગથી અંધાધૂંધી : કતારના અલ ઉદેઇદ એરબેઝ પર ઈરાનના મિસાઈલ હુમલાથી ખળભળાટ : આંતરરાષ્ટ્રીય નિંદા! : ખાડી દેશોમાં વ્યાપક GPS અવરોધોથી નેવિગેશન ઠપ, વીમા દરો બમણા! ઈરાને US બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો વરસાવી : કતારના હવાઈ સંરક્ષણે સફળતાપૂર્વક અટકાવી : છતાં પ્રાદેશિક તણાવ ચરમસીમા પર!12:50 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં રાત્રિના સમયે વરસાદનું જોર ઘટ્યું : સાંજના ૮થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં કુલ ૪૯ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો! : અરવલ્લીના ધનસુરામાં સર્વાધિક ૦.૯૧ ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં ૦.૫૯ ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં ૦.૪૭ ઇંચ, અરવલ્લીના મેઘરાજમાં ૦.૪૩ ઇંચ અને છોટાઉદેપુરના જેતપુર પાવીમાં ૦.૩૯ ઇંચ વરસાદ પડ્યો : સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઝરમર નોંધાઈ!10:34 PM IST
રાજ્ય મેઘો ઓળઘોળ : બપોરનાં ૪થી સાંજના ૮ વાગ્યા સુધીમાં કુલ ૯૬ તાલુકામાં વરસાદ નોંધાયો! : પંચમહાલના શહેરામાં સર્વાધિક ૪.૯૨ ઇંચ, મહિસાગરના લુણાવાડામાં ૩.૬૬ ઇંચ - વીરપુરમાં ૨.૩૨ ઇંચ, અરવલ્લીના માલપુરમાં ૨.૧૭ ઇંચ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૨.૦૯ ઇંચ વરસાદ ખાબક્યો : દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ!9:16 PM IST
લૂંટેરી દુલ્હન ગેંગના સાગરીત ભરત વસોયાની ધરપકડ : ચાર શહેરોના યુવકોને લગ્નની ચુંગાલમાં ફસાવી શિકાર બનાવ્યા હતા : કહેવાતી બહેનના લગ્ન કરાવે અને લગ્નના એક-બે દિવસમાં બન્ને આરોપીઓ રોકડ અને દાગીના લઈને રફુચક્કર થઈ જતા: કૃષ્ણનગર પોલીસે ભરત વસોયા નામના મૂળ સુરતના રહેવાસી યુવકની ઠગાઈના ગુનામાં ધરપકડ કરી8:21 PM IST
પાલનપુરમાં ACBની સફળ ટ્રેપ : ટાકરવાડા ગ્રામ પંચાયતના તલાટી મીનાબેન પરમાર ₹૪૦૦૦ની લાંચ લેતા ઝડપાયા! : મકાન લોન માટેના દાખલા આપવા તલાટીએ માંગી લાંચ : જાગૃત નાગરિકની ફરિયાદને આધારે બનાસકાંઠા ACBના પોલીસ ઇન્સ્પેકટર એન. એચ. મોર અને મદદનીશ નિયામક કે. એચ. ગોહિલની ટીમે રંગે હાથ પકડી ગુનો દાખલ કર્યો7:47 PM IST
કિડની, હાર્ટ અને કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર : ‘સી.એમ. સેતુ’ યોજના હેઠળ રાજ્યભરમાં નિષ્ણાતોની ટીમ તહેનાત, વિનામૂલ્યે મળશે નિદાન અને સારવાર! : મુખ્યમંત્રીના નિર્દેશથી આરોગ્ય ખાતા દ્વારા 24 જૂન 2025થી અમલ શરૂ : ૧૨થી વધુ નિષ્ણાત તબીબોની ટીમ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત વિવિધ જિલ્લા - મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં લોકસેવા માટે ફરજ પર રહેશે : PMJAY અને મા યોજના હેઠળ લાભ મળશે!6:53 PM IST
અમદાવાદની ૧૪૮મી જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ : AI, GPS અને ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ સાથે અભેદ્ય સુરક્ષા કવચ! : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિ : જર્જરિત ઇમારતો પર ચેતવણી બોર્ડ, કોમી એકતાના અનોખા આયોજનો!5:43 PM IST
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે રાજ્ય સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર : હવે ૩૦ જૂને યોજાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોની રજૂઆતો સાંભળશે : ગુજરાતમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ : નાગરિકો ૩૦ જૂને સવારે ૮ થી ૧૧ વાગ્યા દરમિયાન ગાંધીનગર રૂબરૂ રજૂઆત કરી શકશે7:41 PM IST
ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય : રાજ્યની હોસ્પિટલોમાં સેવા આપતા ખાનગી વિઝીટિંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં વધારો : સરકારી અને G.M.E.R.S. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટિંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ કરાયો વધારો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય : CM સેતુ યોજના હેઠળ તજજ્ઞ ડોકટરોને મળશે વધુ માનદ વેતન : દર્દીઓને મળશે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓનો લાભ : મંત્રી ઋષિકેશભાઈ પટેલે આપી વિગતો4:38 PM IST
હવામાન વિભાગની આગાહી : મેઘરાજા આજે પણ ધડબડાટી બોલાવવાના મૂડમાં : સાત જિલ્લામાં રેડ એલર્ટ : 18 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી4:51 PM IST
દરેક ગુજરાતી ગામડાને મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ : મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવ મોના ખંધાર અને દૂરસંચાર સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩નો શુભારંભ! : ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય જેણે રાજ્ય-આધારિત મોડેલમાં ભારતનેટ ફેઝ-૩ માટે MoC પર હસ્તાક્ષર કર્યા : ૧૪,૨૮૭ ગ્રામ પંચાયતો અને ૩,૮૯૫ ગામોને મળશે ડિજિટલ કનેક્ટિવિટી : ૫,૬૩૧ કરોડના પ્રોજેક્ટથી બદલાશે ગ્રામીણ ગુજરાતનું ચિત્ર!5:27 PM IST
પૂરક પરીક્ષાને ધ્યાને લઈ રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય : જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે ફરી પરીક્ષા લેવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની જાહેરાત : ધો ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે, શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે.3:22 PM IST
સવારથી નર્મદાના તિલકવાડા અને રાજપીપળા પંથકમાં ધોધમાર વરસાદ : બે કલાકમાં બે ઇંચ ખાબક્યો : શાળાઓમાં રજા જાહેર : દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ અને એમવી રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાન પાણી ભરાઈ ગયા: તિલકવાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં તાત્કાલિક રજા :જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમોને પણ એલર્ટ કરાઈ 11:33 AM IST
ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન' માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર : પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકવા, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાથી મેલેરિયા સામે રક્ષણ મેળવી શકાયઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી1:21 PM IST
”કેસર કેરી મહોત્સવ-૨૦૨૫"માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ. ૪ કરોડની કિંમતની ૩.૩૦ લાખ કિગ્રાથી વધુ કેરીનું વિક્રમી વેચાણ : રાઘવજીભાઈ પટેલ : અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેરીનો આનંદ માણ્યો:ગુજરાતના વિવિધ પ્રદેશોની સુપ્રસિદ્ધ કેરીઓના સીધા વેચાણથી શહેરીજનોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને ૨૦ ટકા જેટલો વધારે નફો મળ્યો11:51 AM IST
RTE કાયદો બન્યો લાખો બાળકો માટે શિક્ષણનું કિરણ:RTE હેઠળ પ્રવેશમાં ઐતિહાસિક વધારો : છેલ્લા ૧૨ વર્ષમાં નામાંકન ૪૩૨થી વધી આ વર્ષે ૯૫ હજાર થયું:ચાલુ શૈક્ષણિક વર્ષથી RTE હેઠળ પ્રવેશ મેળવવાની આવકમર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરાઈ:અભ્યાસની આનુસંગિક વસ્તુઓ ખરીદવા પ્રતિ વર્ષ વિદ્યાર્થીદીઠ રૂ.૩,૦૦૦ની સહાય DBT મારફતે ચૂકવનાર ગુજરાત પ્રથમ રાજ્ય:RTE કાયદા હેઠળ રાજ્યના ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૦૫૭ કરોડની સહાય ચૂકવાઈ12:53 PM IST
સુરતના રાયમ ગામમાં ભારે પાણી ભરાતા અંતિમયાત્રા પણ હોડીમાં લઇ જવા મજબુર :સ્મશાનમાં પાણી હોવાથી ઉંચા સ્થળે લઇ જવાયા : નાગરિકોની તો કોઇ આમાન્ય સરકાર રાખતી નથી પરંતુ મરનારની આમાન્યા સરકાર રાખે તો સારુ : ઉંચી જગ્યાએ પતરાનાશેડવાળુ સ્મશાન તથા લાકડા રાખવા માટે એક સારા વ્યવસ્થિત રૂમની ગ્રામજનો દ્વારા માંગ 10:36 PM IST
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પાયા મજબૂત બનાવવા શિક્ષણમાં નવીન અભિગમ: ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ બન્યું ભારતનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન : મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ: 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ, 5000 નવી સ્ટેમ લેબ્સનું કાર્ય પૂર્ણ :શાળા પ્રવેશોત્સવ’થી ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ સુધી: છેલ્લાં 22 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આવી ક્રાંતિ9:29 PM IST
કિરીટ પટેલે આપ્યા વિજેતા ગોપાલ ઈટાલિયાને અભિનંદન :કહ્યું- 'ભાજપનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી' જીતે છે, કાં તો શીખે છે. : કિરીટ પટેલે ફેસબુક પોસ્ટમાં જનતાના ચુકાદાનો સ્વીકાર કર્યો : લખ્યું કે મારી પાર્ટીના વડીલોએ આપેલા ઉપદેશને મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ સાથે ભાજપ અને સોરઠની સેવામાં સમર્પિત રહીશ.8:45 PM IST
વડોદરામાં સામાજીક કાર્યકર વિલ્સન સોલંકીની ધરપકડ : યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ છાણી પોલીસની મોટી કાર્યવાહી : 15 વર્ષની હતી ત્ત્યારથી શારીરિક શોષણ : યુવતીની સગાઈ બીજે ક્યાંક નક્કી થઈ તો આરોપીએ સગાઇ તોડાવી નાખી: આશ્વાસન આપ્યું કે, હવે તે લગ્ન કરશે, પરંતુ વિશ્વાસઘાત કરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા8:39 PM IST
રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન 'શાળા પ્રવેશોત્સવ' યોજાશે : મુખ્યમંત્રી સહિત ૪૦૦ ઉચ્ચ અધિકારીઓ - પદાધિકારીઓ જોડાશે - : પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો : ધોરણ ૧ થી ૫માં ૧.૦૭% અને ધોરણ ૧ થી ૮માં ૨.૪૨% નો નીચો દર : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે7:42 PM IST
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામા દુબઈ સ્થિત ભારતીય ડૉ. શમશીર વાયાલિલે મદદની જાહેરાત બાદ 6 કરોડ રૂપિયાની આર્થિક સહાય મૃતકોના પરિવારો, મેડિકલ વિદ્યાર્થીઓ અને ઘાયલો અને મૃતકોના પરિવારો સુધી પહોંચી : વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી બીજે મેડિકલ કોલેજમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવા પર, ડીન અને જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની હાજરીમાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું4:43 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટ્રાન્સપેરન્ટ – ટાઈમલી અને ટેક્નોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ : સિંગલ ક્લિકથી રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૭૨૪ કરોડથી વધુની સહાય DBT દ્વારા મળી : નમો લક્ષ્મી યોજનામાં ૧૦.૮૩ લાખ કન્યા છાત્રાઓને રૂ.૬૦૦ કરોડ મળ્યા : અત્યાર સુધીમાં સમગ્રતયા રૂ. ૧૩૧૮ કરોડથી વધુની રકમ વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી:નમો લક્ષ્મી યોજનાની સફળતાને પગલે એક જ વર્ષમાં માધ્યમિક શાળાઓમાં કન્યાઓના નામાંકનમાં ૧૬ ટકાનો વધારો થયો : નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના પરિણામે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં ૧૧ ટકાની વૃદ્ધિ થઈ : નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના ૧.૫૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૨ કરોડનો સહાય લાભ મળ્યો: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૪૧ કરોડથી વધુની સ્કોલરશિપ ચુકવવામાં આવી: મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૩૧ કરોડથી વધુની સ્કોલરશિપનું ચુકવણું થયું.3:21 PM IST
મોરબી નજીક જેલ માટે ૩ર એકર જમીન ફાળવતા કલેકટર કે. બી. ઝવેરી : ૧૯૫૪માં ૮૪ કેદી સમાવવાની ક્ષમતાથી શરૂ કરાયેલી સબ જેલની બાદમાં ૧૭૧ સુધીનો ઉત્તરોત્તર વધારો કરાયેલોઃ આગામી ૫૦ વર્ષના કેદીઓની સંખ્યાને ધ્યાને લઇને નવી : જેલ ૫૫૦ કેદીઓની ક્ષમતાની બનાવાશેઃ જેલમાં કેદીઓ માટે મનોરંજન માટેના હોલ, હરવા ફરવાના મેદાનો, તાલીમ સાથે રોજગાર મળી રહે તેવી સગવડોનો થશે સમાવેશ11:16 AM IST
કોંગ્રેસના નેતાઓ સેટીંગ કરે છે, ‘આપ'ના સૈનિકો જનતા માટે લડે છેઃ ઇસુદાન ગઢવી : આજે ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી સહિતના દિલ્હી જવા રવાનાઃ થોડા દિવસોમાં અરવિંદ કેજરીવાલ વિસાવદર મતદારોનો આભાર માનવા આવશે : વિસાવદરની ચૂંટણી પ્રજા લડી અને પ્રજા જીતીઃ ભાજપની તાનાશાહી સામે ખેડૂતો, માલધારીઓ અને મજૂરોને જીત મળીઃ અમારી પાસે પૈસા નથી પરંતુ જનતાના સાથના કારણે જીત્યાઃ ભાજપ ઉમેદવારને ખરીદી શકે છે પરંતુ પ્રજાને નહીં: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ1:20 PM IST
સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ: સૌથી વધુ સુરત સિટીમાં 13.2 ઈંચ વરસાદ ખાબક્યો: જળબંબોળ : કામરેજ તાલુકામાં 10.7 ઈંચ,પલસાણા તાલુકામાં 8.2 ઈંચ ,બારડોલી તાલુકામાં 6.6 ઈંચ અને ઓલપાડ તાલુકામાં 5.0 ઈંચ વરસાદ :સુરતમાં ધોધમાર વરસસાદ ખાબકતા લોકો ભારે હાલાકીમાં મુકાયા: ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી11:28 AM IST
ગુજરાત સહિત દેશના એક ડઝન રાજ્યોની પોલીસને ટોપ ડિગ્રી ધરાવતી યુવતીએ ધંધે લગાડવાનું રહસ્ય ખુલતા લોકો જ નહીં પોલીસની આંખો આશ્ચર્યથી પહોળી બની ગયેલ... : દેશના ઇતિહાસમાં કોઈ યુવતીએ બદલો લેવા આવું પ્લાનિંગ નહીં કર્યુ હોય...૧૧ રાજ્યની પોલીસ ન કરી શકી તે અમદાવાદ પોલીસે કરી બતાવ્યું.. સુપર વાયરલ કિસ્સા અંગે આખું ગુજરાત જાણવા માગે છે, તેવા કિસ્સા અંગે ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ અકિલા સમક્ષ હિંદી ફિલ્મોની કાલ્પનિક સ્ટોરીને ટક્કર મારતી સ્ટોરી વર્ણવે છે :નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત એક ડઝન સ્થળે બોમ્બ ધમકી સાથે દેશના ૧૧ રાજ્યોને વિવિધ સ્થળો પર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપનાર યુવતી બિન્દાસ્ત ફરતી, જેના મોબાઇલ નંબર નાખેલ તે લગ્નના આગલા દિવસે પોલીસ પૂછપરછ કરતી હતી :પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમ અને ખાસ કરી સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિંહા, એસીપી હાર્દિક માંકડિયા ટીમની કામગીરી વિશે વાંચી આફ્રિન પોકારી ઉઠશો1:25 PM IST
રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળો ભયંકર દ્વિધામાં : કડક SOPને કારણે યાંત્રિક રાઈડના ખાના ખાલીખમ : મેળો 'ફિક્કો' પડશે કે બંધ? : નવા કલેક્ટરે ફોર્મ ભરવાની મુદ્દત વળી એક વખત વધારીને ૯ જુલાઈ સુધી લંબાવી : પણ રાઈડ એસોસિએશનનો બહિષ્કાર યથાવત : 'રંગીલા રાજકોટ'નો મેળો પરંપરા જાળવશે કે નહીં, તે સવાલ!10:50 PM IST
બોલેરોના આગલા વ્હીલ પાસે સુવડાવાયેલી એક વર્ષની ક્રિષ્નાનું માથે વ્હીલ ફરી જતાં મોત : મોરબી રોડ રાધામીરા સોસાયટીમાં નવા બની રહેલા મકાનની સાઇટ પર બનાવ : મધ્યપ્રદેશના મજૂર દંપતિએ દિકરીને શેઠની બોલેરો આગળ સુવડાવી કડીયા કામ કરી રહ્યા હતાં: વરસાદ હોઇ બાળકીની માથે સિમેન્ટની ખાલી થેલી ઓઢાડી હતીઃ સિમેન્ટની ગુણીઓ રાખવાની હોઇ શેઠ સુખાભાઇ ચાવડાએ બોલેરો ચાલુ કરી દૂર લીધી ત્યારે બાળકી કચડાઇ ગઇ3:11 PM IST
બે મહિના પહેલા ગૂમ થયેલી છઠ્ઠા ધોરણની છાત્રાને પીન્ટુ રાણા યુપી ઉઠાવી ગયો'તોઃ વારંવાર દૂષ્કર્મઃ માલવીયાનગર પોલીસે દબોચ્યો : ગોંડલ રોડ વિસ્તારની બાળા ગૂમ થતાં પિતાએ ફરિયાદ નોંધાવી હતીઃ માલવીયાનગર પોલીસે તપાસ કરતાં આ વિસ્તારનો યુપીનો શખ્સ પણ ગૂમ હોવાની વિગતો મળીઃ ડીસીપી બાંગરવા, એસીપી ચોૈધરી અને પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમની કાર્યવાહી3:47 PM IST
રાજકોટના દિવ્યાંગ પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ચીનના બેઇજિંગમા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો : રામભાઈ બાંભવાએ તેની રમતગમતની કારકિર્દીની શરૂઆત 2010માં ગુજરાત સરકારના ખેલ મહાકુંભથી કરી હતી તેણે ગોળાફેંક, ભાલાફેંક અને ચક્રફેંક જેવી રમતોમાં ભાગ લઈને જિલ્લા અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા4:26 PM IST
ભરણ પોષણના કેસમાં રાજકોટના ફેમેલી કોર્ટના હુકમની તાબડતોબ અમલવારી કરતા પતિને ૧ર૦ દિવસની કોર્ટ દ્વારા સજા ફટકારી : વોરંટની બજવણીમાં ઉદાસીન અમદાવાદ પોલીસ કમિશ્નરનો પગાર એટેચ કરવાનો હુકમ થતાંજ :બે વખત રીમાઇન્ડર આપવા છતાં કમિશ્નરે કોઇ કાર્યવાહી નહિં કરતા પોલીસ વડાને કમિશ્નરનો પગાર એટેચ કરવાનો હુકમ થતાજ વોરંટની બજવણી તાત્કાલીક કરી દીધીઃ પતિને કોર્ટમાં રજુ કરતા કોર્ટે સજા ફટકારી3:48 PM IST
આઇસીએઆઇ રાજકોટ બ્રાંચ દ્વારા યોગ દિવસની ઉજવણી 2:39 PM IST
E-KYCનો ઉપાડો ચાલુઃ લાંબી લાઇનો2:41 PM IST
જામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે કલા મહાકુંભ;સ્પર્ધકો ૨૦ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી કરાશે : કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે ચાર વય જૂથમાં ભાગ લઈ શકાશે : સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનો સમાવેશ 3:25 PM IST
મોરબીમાં સંવિધાન હત્યા દિવસની કાલે ઉજવણી10:13 AM IST
ઉના મહિલા કોલેજના યોગ દિનની ઉજવણી11:14 AM IST
જામનગર નજીક સૈનિક સ્કૂલ બાલાચડીમા ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ્સ ઇન્ટ્રા ગ્રુપ 'જી' હોકી ટુર્નામેન્ટ - સમાપન : અંડર 17 કેટેગરીમાં, ચેમ્પિયનશિપ ટ્રોફી સૈનિક સ્કૂલ સતારા જીતી , સૈનિક સ્કૂલ ચંદ્રપુર અને સૈનિક સ્કૂલ બીજાપુર ત્રીજા સ્થાને, ગર્લ્સ કેટેગરીમાં, સૈનિક સ્કૂલ બાલાચડીએ ટ્રોફી જીતી અને સૈનિક સ્કૂલ બીજાપુર બીજા સ્થાને , અંડર 15 કેટેગરીમાં, ચેમ્પિયનશિપ ટ્રોફી સૈનિક સ્કૂલ બીજાપુરે જીતી અને સૈનિક સ્કૂલ સતારા બીજા સ્થાને રહી11:24 AM IST
ધોરાજી સંજય નગરની મહિલાઓએ રોડ રસ્તાના પ્રશ્નને જમનાવડ રોડ પર મહિલાઓએ ચકાજામ કરી રામધૂન બોલાવી: નગરપાલિકા વિરુદ્ધમાં કર્યો વિરોધ : આઝાદીના વર્ષો બાદ પણ જમનાવડ રોડ સંજય નગર વિસ્તારમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત: વોર્ડ નંબર 7 સંજયનગર વિસ્તારની મહિલાઓએ થાળી વેલણ વગાડીને પાલિકાને જગાડવા કર્યો પ્રયાસ6:21 PM IST
પ્રાકૃતિક કૃષિ અને જમીનમાં સેન્દ્રીય કાર્બનનું મહત્વ: પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન : જમીનમાં રહેલ સેન્દ્રીય કાર્બન ટકાઉ ખેતીનો આધાર : જીવામૃત અને ઘન જીવામૃત બંને સેન્દ્રીય કાર્બન વધારવામાં ઉપયોગી : વધુ બાયોમાસ ધરાવતા પાકો ઉગાડવાથી પણ કાર્બનનો સંગ્રહ વધારવામાં મદદ મળે 3:26 PM IST
કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી1:50 PM IST
આમરણને તાલુકા મથકનો દરજ્જો આપવા માંગણી11:44 AM IST
વિજય રૂપાણીની સેવાકીય પ્રવૃતિઓ ધ્રોલના પ્રજ્ઞાચક્ષુભાઇ અને માનસિક દિવ્યાંગ બહેનનો સહારો છીનવાયો : અરે, નીરજ... ધ્રોલવાળા શરદભાઈને પૈસા મોકલાઈ ગયા ? તેમનું બધું બરાબર ચાલે છે ને? માલતીબેનની દવાની જરૂર હોય તો જોઈ લેજે. બીજું કાંઈ જોઈતું હોય તો પૂછી લેજે. કાંઈ ઘટે નહીં. નીરજ પાઠક કહે છે, હા. પૈસા મોકલી આપું છું. કરિયાણાનું પણ કહી દઉં છું 1:43 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
ટેનીસ સમર કેમ્પ11:39 AM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST
દર્શકોને હસાવનાર 'તારક મહેતા' ના કેટલાક કલાકારો કેન્સર અને હાર્ટ એટેકથી હવે આ દુનિયામાં રહ્યા નથી : દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર નટુકાકા,ડોક્ટર હાથી અને સુનિલ હોલ્કરને કુદરતે છીનવી લીધા તો જેનિફર મિસ્ત્રી બંસીવાલ, નેહા મહેતા, રાજ અનડકટ, શૈલેષ લોઢા, કુશ શાહ, ગુરુચરણ સિંહ, ભવ્ય ગાંધી, પલક સિધવાણી, નિધિ ભાનુશાલી, ઝિલ મહેતાએ સિરિયલ છોડી દીધી 7:51 PM IST

















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































































