<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

મોરબી પોલીસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શને પાસા તળે સુરત જેલ ધકેલ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલા કચ્છના ઈસમને મોરબી એલસીબી ટીમે પાસા તળે લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કર્યો છે.

     માળિયા (મી.) પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી (ઉ.વ.૩૪) (રહે હાલ આદિપુર મૂળ રહે યશોદાનગર નાની ચીરઈ તા. ભચાઉ વાળા) ને પાસા એક્ટ તળે ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કર્યો છે.


 

(1:11 AM IST)