તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંક હળવો-કયાંક ભારે વરસાદઃ પવનના સૂસવાટા
ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર સહિતના જીલ્લાઓમાં મેઘમહેરઃ હજુ સાર્વત્રિક વરસાદની રાહ

પ્રથમ તસ્વીરમાં વિંછીયા અને બીજી તસ્વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : પિન્ટુ શાહ(વિંછીયા), ભાવેશ ભોજાણી-ગોંડલ
રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસુ જામે તેવુ વાતાવરણ સર્જાતુ જાય છે. પરંતુ સાર્વત્રિક વરસાદના બદલે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.
ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, સહિતના જીલ્લાઓમાં મેઘમહેર થઇ છે. જો કે હજુ સાર્વત્રિક વરસાદ વરસે તેની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે. આજે સવારથી પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરનાં ધ્રોલમાં પોણો ઇંચ અને જામનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે જામનગર જીલ્લાના જામવંથલી, જાલીયા દેવાણીયા દોઢ ઇંચ, મોટી ભલસાણ, લૈયારા, હરીપરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. ભણગોર, પરડવા, ધ્રાફા, ધુનડા, વાંસજાળીયા, જામવાડી, શેઠવડાળા, સમાણા, મોટી બાણુગાર, ફલ્લામાં ઝાપટા પડયા છે.
દેવભૂમિ દ્વારકા
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ભાણવડમાં ઝાપટા વરસ્યા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીનાં સાવરકુંડલામાં દોઢ ઇંચ, લીલીયામાં ૧ ઇંચ, જાફરાબાદમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. વિસાવદરમાં ર ઇંચ, ભેંસાણમાં ૧ ઇંચ તથા માળીયાહાટીનામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.
વિંછીયા
(પીન્ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા :.. અહીં વિંછીયા અને પંથક માં ગઈકાલે સાંજ૬થી ૭ વાગ્યા દરમ્યાન વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે દે ધનાધન દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
વરસાદ થી વિંછીયા પાણી વાળા દરવાજા મેઇન બજાર માં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.વરસાદ થી નાના બાળકો ને નહાવાની મોજ પડી ગઈ હતી.તો રસાતાળ વરસાદ થી ધરતી પુત્રો માં હરખ છવાઇ ગયો હતો.
સવારે ૯વાગે વિંછીયા પંથક માં વાદળ છાયું ખુશનુમા વાતાવરણ છે..સૂર્ય નારાયણ ની ગેરહાજરી છે. (પ-૧૪)
અવસાન નોંધ
ઇશ્વરલાલ જીવાણી
જસદણઃ દશા મોઢ માંડલીયા વણિક ઇશ્વરલાલ પ્રેમચંદભાઇ જીવાણી (ઉ.વ. ૮૩) તે દિલીપભાઇ, રાજુભાઇ, નિતાબેનના પિતા રમેશભાઇ, કિરીટભાઇ, કિશોરભાઇ, અરવિંદભાઇ, શૈલેષભાઇના કાકાનો તા. ર૩ જુન ર૦રપ ને સોમવારના રોજ જસદણ મુકામે દેહ વિલય થયેલ છે. સદગત માયાળુ અને પરોપકારી હોવાથી ભારે લોકપ્રિયતા ધરાવતાં હતાં તેમનાં નિધનથી એક ન પુરી શકાય એવી ખોટનો વસવસો સમાજે વ્યકત કર્યો હતો. (પુત્ર દિલીપભાઇ મો. ૯૯૨૪૫ ૭૮૭૬૩) (પુત્ર રાજુભાઇ મો. ૯૯૨૪૨ ૨૯૨૪૩)(૬.૮)
બાબુભાઇ વિરડીયા
ગોંડલઃ બાબુભાઇ માધાભાઇ વિરડીયા તે સંજયભાઇ, પિયુષભાઇ ના પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે બેસણું તા. ર૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, રર/૯ ભોજરાજપરા ગોંડલમાં રાખેલ છે.(૬.૪)
માધવીબેન રાઠોડ
રાજકોટઃ મુળ આણંદપર હાલ રાજકોટ માધવીબેન વિક્રમભાઇ રાઠોડ (ઉ.વ. ૩૮) નું તા. ર૦ ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ર૬ ના ગુરૂવારે ‘‘સિદ્ધિ વિનાયક'' ફલેટ, નાગેશ્વર મંદિર પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૮૨૦૦૭ ૩૬૮૯૮
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
