તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
મેટોડા જીઆઇડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ ગાંજાના જથ્થા સાથે નજરે પડે છે.
રાજકોટ તા. ર૪ :.. મેટોડા જીઆઇડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય નાર્કોટીકસ પદાર્થોના ખરીદ વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા, ગોંડલના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પો. સ્ટે.ના પો. ઇ. એસ. એચ. શર્માની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કો. રવુભાઇ ટપુભાઇ ગીડાને ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે, કુંદનકુમાર પવન સાહ, રહે. મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩, મુળ રે. બિહાર મેટોડા ગામ જવાના રસ્તે ઇંટોના ભઠ્ઠા પાસેથી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો લઇ પસાર થનાર છે. જે હકિકત આધારે રેઇડ કરીને ૧ કિલો ૭રર ગ્રામ કિ. રૂા. ૧૭,રર૦ સાથે પકડી પાડી મેટોડા જીઆઇડીસી પો. સ્ટે.ના એન. ડી. પી. એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી મેટોડા જીઆઇડી પો. સ્ટે.ના એ. એસ. આઇ. મયુરસિંહ ઝાલા, પો. હેડ કો. યોગીરાજસિંહ જાડેજા, જસમતભાઇ માનકોલીયા, હરેશભાઇ સોરાણી તથા પો. કો. શકિતસિંહ જાડેજા, સુભાષભાઇ લાવડીયા તથા મહિપતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી. (પ-૧પ)
(2:36 PM IST)










