તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
રાજ્યના 10 ડેમ ઓવરલફ્લો અને 29 ડેમ એલર્ટ પર : સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો
નર્મદા સહિત રાજ્યના 207 ડેમોમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ : નર્મદા સહિત રાજ્યના 207 ડેમોમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ થયો

ગુજરાતમાં વરસાદ વચ્ચે અત્યાર સુધીમાં 10 ડેમો સંપૂર્ણ છલકાયા છે. જ્યારે 29 ડેમોમાં 70થી 100 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે. એકંદરે નર્મદા સહિત રાજ્યના 207 ડેમોમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ છે, ગત વર્ષે આ સમય ગાળામાં 38.26 ટકા પાણી હતું. સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો 100 ટકા ભરાયા છે જેથી હાઈએલર્ટ પર છે. 29 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ ઉપર છે, તેમ જળ સંપત્તિ વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે.
સરદાર સરોવર યોજનામાં હાલમાં 50.15 ટકા પાણી સંગ્રહાયેલુ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તારીખ 23 જૂન-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા જળસંગ્રહ હતો. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15 ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.03 ટકા, ઉતર ગુજરાતના 15 જળાશયોમાં 33.10 ટકા તેમજ કચ્છના 20 જળાશયોમાં 28.72 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
