તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
અમદાવાદ રથયાત્રા પહેલા પોલીસની કડક કાર્યવાહી: 35306 વાહનો અને 3948 જાહેર સ્થળોમાં સઘન ચેકિંગ
122 જુગારના કેસ ,3 હથિયારો ઝડપાયા (આર્મ્સ એક્ટ હેઠળ), 2 આરોપીઓ ધરપકડ, 89 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી અને 31 તડીપાર શખ્સોની કાર્યવાહી

અમદાવાદ :ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અસામાજિક તત્વો કોઈ અશાંતિ ના ફેલાવે અને સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસે વિસ્ફોટક ઝુંબેશ હાથ ધરી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચુસ્ત ચેકિંગ, અટકાયતી કાર્યવાહી, કોમ્બિંગ ઓપરેશન અને શાંતિ સમિતિના સંવાદ યોજાઈ રહ્યા છે.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા અધિક પોલીસ કમિશ્નર (સેક્ટર-2) જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ચેકિંગ અને અટકાયતી કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે.
વિશેષપણે ઝોન-4, 5 અને 6ના નાયબ પોલીસ કમિશનરઓ કાનન દેસાઈ, બળદેવ દેસાઈ તથા રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોએ આવનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્તના વિસ્તૃત આયોજનમાં ભાગ લીધો છે.
પોલીસ દ્વારા કાયવાહી (01 મે, 2025થી આજદિન સુધી):35306 વાહનોનું ચેકિંગ,1458 પ્રોહીબિશનના કેસ.122 જુગારના કેસ.3 હથિયારો ઝડપાયા (આર્મ્સ એક્ટ હેઠળ), 2 આરોપીઓ ધરપકડ.89 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી
31 તડીપાર ઈસમોની કાર્યવાહી.2706 લોકો સામે BNSS કલમ 126, 170 મુજબ અટક .261 ઇસમો સામે BNSS કલમ 129 હેઠળ કાર્યવાહી,303 લોકો સામે પ્રોહી. કલમ 93 હેઠળ ગુના નોંધાયા.10853 જાણીતાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની તપાસ
4366 હોટલ/લૉજ/ગેસ્ટ હાઉસનું સર્વે અને ચેકિંગ
3948 જાહેર સ્થળો – સ્ટેશન, બગીચા, અવાવરૂ વિસ્તારોમાં ચેકિંગ
141 દારૂ પી ને વાહન ચલાવવાના કેસ
32 મોબાઇલ સીમ કાર્ડ ડીલરો સામે કાર્યવાહી
260 ભાડુઆત જાહેરનામા ભંગ કેસો નોંધાયા
સૌહાર્દ જળવાઇ રહે તે માટે સંવાદ અને સમિતિ મિટિંગોનું આયોજન
59 શાંતિ સમિતિ મિટિંગો
72 મહોલ્લા મિટિંગો
06 ધર્મગુરુઓ સાથે મીટિંગ
07 ટ્રક એસોસિએશન મિટિંગ
04 અખાડા સંચાલકો સાથે મિટિંગ
02 બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રા અનુસંધાને શરૂ કરવામાં આવેલ ખાસ ચેકીંગ ઝુંબેશ અને કોમ્બિગ અંગેની કાર્યવાહી રથયાત્રા દરમિયાન સતત સમયાંતરે ચાલુ રાખવામાં આવશે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
