<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

કર્ણાટકમાં ગુજરાત હેન્‍ડીક્રાફટસ ઉત્‍સવનો પ્રારંભ

 

(કેતનખત્રી દ્વારા) અમદાવાદઃ તા. ર૪, ઈન્‍ડેક્ષ્ટ-સી ના કાર્યવાહક નિયામકશ્રી ર્ડા.સંજય જોષી આઇ.એ.એસ.  વરદ હસ્‍તે મૈસુરના ગુજરાત હેન્‍ડીક્રાફ્‌ટસ ઉત્‍સવનો શુભારંભ મૈસુર-કર્ણાટકમાં જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ ખાતે ઈન્‍ડેક્ષ્ટ-સી દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત દસમાં વર્ષે પણ ઙ્કગુજરાત હેન્‍ડીક્રાફ્‌ટસ ઉત્‍સવઙ્ઘ થકી ગુજરાતની હસ્‍તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. મૈસુર-કર્ણાટકના આ આયોજનમાં ગુજરાતનાં કચ્‍છ, સાબરકાંઠા, ભાવનગર, સુરત, અમરેલી, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, જામનગર, આણંદ, ગાંધીનગર, નવસારી, વડોદરા, સુરેન્‍દનગર વિગેરે જિલ્લાના કુલ ૭૦ થી વધુ કલા-કસબીઓ દ્વારા કચ્‍છી શાલ-એમ્‍બ્રોઇડરી-અજરખ બ્‍લોક પ્રિન્‍ટ-બાંધણી, ટાય એન્‍ડ ડાય, અકીક, નૈઇલ પેન્‍ટીંગ, મોતીકામ, ભરતકામ, ચણીયા-ચોળી, ચર્મકામ, જવેલરી તથા ગૃહ સુશોભનની હાથશાળ-હસ્‍તકલાની વિવિધ ચીજ વસ્‍તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. (તસ્‍વીર અહેવાલઃ કેતન ખત્રી)

(4:06 PM IST)