News of Tuesday, 24th June 2025
આઇસીએઆઇ રાજકોટ બ્રાંચ દ્વારા યોગ દિવસની ઉજવણી

રાજકોટઃ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાની રાજકોટ બ્રાન્ચ દ્વારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આઇસીએઆઇ ભવન- રાજકોટ ખાતે વિશિષ્ટ યોગ કાર્યક્રમનું સફળ આયોજન કર્યુ હતું. આ વર્ષના યોગ દિવસની થીમ ‘‘સ્વ અને સમાજ માટે યોગ''ને અનુરૂપ શારીરિક અને માનસિક કલ્યાણ તરફ સભ્યોમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપતો સંયોજિત કાર્યક્રમ સવારે આરંભ થયો હતો. ‘‘યોગા અને માઇન્ડફુલનેસ'' સત્રનુ સંચાલન યોગવિદુષી જાગૃતિ બાબરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ‘‘સાઉન્ડ થેરાપી'' સત્રનું માર્ગદર્શન દિવ્યાબેન જોશી દ્વારા આપવામાં આવ્યું હતું. આ બન્ને સત્રો ઉપસ્થિત સભ્યોને શારીરિક આરોગ્ય, આંતરિક શા઼તિ અને માનસિક સ્ફૂર્તિના મહત્વને અનુભવી રીતે સમજાવ્યું. બ્રાંચના ચેરમેન સી.એ. રાજ મારાવાણીયાએ આ પ્રસંગે જણાવ્યું કે ‘‘ચાર્ટડ એકાઉન્ટન્ટસ જેવા પડકારસભર વ્યવસાયમાં યોગ શરીર અને મનની શાંતિ મેળવવા માટે અનિવાર્ય સાધના બની ગયું છે. વ્યયસાયિક દબાણને સંભાળવા અને સંતુલિત જીવન જીવવા માટે યોગ અત્યંત ઉપયોગી છે. આઇસીએઆઇ દ્વારા આવી પ્રવૃત્તિઓ સભ્યો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં આઇસીએઆઇના મોટા ભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમ કે સી.એ.રાજ મારવાણીયા,-ચેરમેન સી.એ. મૌલિક બગડાઇ-વાઇસ ચેરમેન, સી.એ. જયેશ ધાનેજા- ટ્રેઝરર સી.એ. ધવલ દોશી-સેક્રેટરી અને સી.એ. બાદલ સોનપાલ-કમિટી મેમ્બર વગેરે ઉપસ્થિત રહયા હતા.
(2:39 PM IST)










