તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 24th June 2025
જામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે કલા મહાકુંભ;સ્પર્ધકો ૨૦ જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી કરાશે : કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે ચાર વય જૂથમાં ભાગ લઈ શકાશે
સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનો સમાવેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જામનગર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ માટે ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ તા.૨૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં રજૂ કરવાનું રહેશે.કલા મહાકુંભમાં વિવિધ ૩૭ સાંસ્કૃતિક કૃતિઓમાં ચાર વયજૂથ છે. વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકા તથા ઝોન કક્ષાએથી શરુ થતી ૧૪ કૃતિમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનો સમાવેશ કરાયો છે જ્યારે સીધી જિલ્લા તથા શહેર કક્ષાએથી શરુ થતી કૃતિઓમાં, સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓર્ગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરુ થતી સ્પર્ધાઓમાં ઓડ્ડીસી, મોહીનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી સ્પર્ધાઓમાં, પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો સહિતની કૃતિઓ યોજાશે.
તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણુક કરવામાં આવી છે. વધુમાં વધુ કલાકારો આ સ્પર્ધામાં ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓમાં અને અભ્યાસ કરતા કે ન કરતા હોય તેવા કલાકારોએ તાલુકા કન્વીનરનો સંપર્ક કરવો. સંબંધિત તાલુકાના કલાકારોએ તેમનું અરજીફોર્મ જે-તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોંચાડવું. આ માટે (૧) જામનગર તાલુકા કન્વીનરશ્રી શ્રી કેતનભાઈ વાળા-ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ધ્રાંગડા તા.જી.જામનગર મો. ૯૭૨૬૯૨૨૭૪૭ (૨) જામજોધપુર તાલુકા કન્વીનર શ અખિલભાઈ બુટાણી- શ્રીમતી આર.એમ.ટીલવા મા.શાળા સિદસર મો.૯૮૭૯૩૪૯૬૮૨ (૩) કાલાવડ તાલુકા કન્વીનરશ્રી રમેશ દોન્ગા- જે.પી.એસ.સ્કુલ,કાલાવડ મો.૯૯૭૪૪૦૧૪૭૨ (૪) લાલપુર તાલુકા કન્વીનરશ્રી ધીરજભાઈ પરમાર સણોસરી માધ્યમિક શાળા તા.લાલપુર મો. ૯૪૨૬૧૩૮૦૧૦ (૫) ધ્રોલ તાલુકા કન્વીનરશ્રી અંકિતભાઈ જીવાણી - આર્યવ્રત સ્કૂલ વાંકિયા તા.ધ્રોલ મો.૯૦૯૯૭૫૫૦૫૩ (૬) જોડીયા તાલુકા કન્વીનરશ્રી જગદીશભાઈ વિરમગામાં-શ્રી સાઈ માધ્યમિક શાળા જોડિયા મો. ૯૯૭૯૩૯૯૦૬૨ ખાતે જમા કરવાના રહેશે.આમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી ભાગ લેવા ઈચ્છતા કલાકારો કલા મહાકુંભ-૨૦૨૪-૨૫ નું ઉક્ત તાલુકા કન્વીનર ખાતે તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪,રૂમ નં-૪૨. રાજપાર્ક પાસે જામનગર ખાતેથી મેળવીને તા.૨૦/૦૭/૨૦૨૫ સુધીમાં ભરીને પરત જમા કરવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
