News of Tuesday, 24th June 2025
હાલોલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : બે કલાકમાં બે ઇંચ ખાબક્યો : પાણી ભરાયા
પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

પંચમહાલના હાલોલ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલોલ શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકી સામે આવી છે.
પંચમહાલમાં ગઈકાલે સાંજના સમયે જિલ્લાના હાલોલ તાલુકામાં 2 ઈંચથી વધુ વધારે વરસાદ નોંધાયો છે. પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રેવા પથના પગથિયાઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે.પગથિયામાં ભારે પાણીના વહી રહેલા પ્રવાહનો વીડિયો સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં વરસાદને લઈને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
