તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
દેડિયાપાડા તાલુકાના સામોટ ગ્રામ પંચાયતમાં રાત્રે 10 વાગ્યા સુધી મતદાન ચાલ્યું
દેડિયાપાડા તાલુકાના પાંચ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ગતરાત્રિના ૯ થી ૧૦ વાગ્યા સુધી સરપંચની ચુંટણીનું મતદાન ચાલ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : દેડિયાપાડા તાલુકામાં કુલ ૨૮ ગ્રૃપ ગ્રામ પંચાયતોની ચુંટણી ગત તા. ૨૨ જુનના રોજ યોજાઈ, દેડિયાપાડા સહિત દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં વરસાદના કારણે સામોટ ગ્રામ પંચાયતમાં રાતના ૧૧ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. ઉપરાંત કણજી, વાંદરી, પાનસર, આંબાવાડી, પીપલા( કંકાલા ) મતદાન કેન્દ્રો ઉપર રાતના ૯ થી ૧૦ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. આ ચુંટણીમાં વરસાદ વિલન બન્યો હતો. તેને કારણે મતદાન મથકો ઉપર રાત સુધી મતદાન યોજાયું હતું. મહત્વની વાત એ છે કે પોલીસ એસકોડૅ સાથે રાત્રે મતદાન મથકોથી મતપેટીઓ દેડિયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે લાવવામાં આવી હતી. આમ મોડી રાત્રિ સુધી ચુંટણીનું કામ ચાલ્યું હતું.
દેડિયાપાડા સામોટ, કણજી વાંદરી પાનસર આંબાવાડી પીપલા ( કંકલા) મતદાન કેન્દ્રો ઉપર રાત્રિના મોડે સુધી ચુંટણીની કામગીરીમાં ૩૦ ચુંટણી કર્મચારીઓ, પ્રિંસાઈડીગ, આસિ.પ્રિસાઈડીગ અને અને અન્ય સ્ટાફ મળી કુલ ૩૦ ચુંટણી અધિકારીઓએ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓએ રાત્રે મોડે સુધી ફરજ બજાવી હતી.
મોડી રાત સુધી ચાલેલા આ મતદાન બાબતે અનેક અસમંજસ હતી, નિયમોનુસાર શું સમયમર્યાદા બાદ મતદાન ચાલ્યું એ યોગ્ય કહેવાય..? સંજોગોવસાત મતદાન મોડી રાત સુધી ચાલ્યું હશે પરંતુ આ મતદાન નિયમો મુજબ કહેવાય..? કેમકે સમય મર્યાદા બાદ થયેલ મતદાન માન્ય ગણાય..? તેવા પણ સવાલ ચર્ચા માં છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
