<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

બેભાન હાલતમાં ગોવિંદ અને વિનોદે દમ તોડી દીધો

આજીડેમ ચોકડી, યુવરાજનગરમાં રહેતાં પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૪: બેભાન હાલતમાં બે યુવાનના મોત થતાં તેના પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી રવિવારી બજાર ભરાય છે ત્‍યાં ઝૂપડામાં રહેતો ગોવિંદભાઇ મગનભાઇ બાંભણીયા (ઉ.વ.૩૭) બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેને મૃત જાહેર કરતાં  શોક છવાઇ ગયો હતો. બીજા બનાવમાં આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં રહેતો વિનોદભાઇ લાખાભાઇ ચારોલીયા (ઉ.વ.૨૬) બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવારમા દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેમતભાઇએ બંને બનાવમાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહના પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યા હતાં. પોલીસ તપાસમાંખુલ્‍યા મુજબ ગોવિંદને કિડની લિવરની બિમારી હતી અને વિનોદને ટીબીની બિમારી હતી. 

(2:34 PM IST)