<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સીનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયનશીપમાં ગુજરાતના આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું

ગઇકાલે આર્યને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો: આર્યન નહેરાને તથા તેના કોચ કમલેશ નાણાવટીને રમત મંડળો વતી અભિનંદનવર્ષા

ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે ચાલી રહેલ સીનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયનશીપમાં આજે ગુજરાતના આર્યન નહેરુએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગઇકાલે આર્યને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ માં સિલ્વર મેડલ જીત્યો હતો. આર્યન નહેરાને તથા તેના કોચ કમલેશ નાણાવટીને ગુજરાતના રમત મંડળો વતી હાર્દિક અભિનંદન પાઠવાઈ રહ્યા છે 


 

(8:57 PM IST)