તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
મહારાષ્ટ્રમાંથી નર્મદા માં લવાતા દારૂ પર પોલીસની લાલ આંખ.
દેડિયાપાડા પો.સ્ટે.વિસ્તારમાંથી રૂ.4.89 લાખના દારૂના મુદામાલ બાબતે બે શખ્સો સામે ગુનો દાખલ કરતી નર્મદા એકસીબી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પીઆઇ આર.જી.ચૌધરી ની સૂચના મુજબ એલસીબી ટીમના માણસો દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં નિકળેલા હતા. તે દરમ્યાન ચોક્કસ બાતમી મળે લ કે, મહારાષ્ટ્ર રાજ્યના કુકડીપાદર ગામ તરફથી એક સફેદ કલરની ઇક્કો ગાડી નંબર GJ-22-P-6205 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરી એક શખ્શ બલ ગામ તરફ જનાર છે. જે બાતમી ના આધારે ત્યાં આવી ડુમખલ થી મોજદા ગામ તરફ જતા રોડ ઉપર નાકાબંધીમાં એલસીબી ટીમ પહોંચી તે દરમ્યાન બાતમીવાળી ઇક્કો ગાડી આવતા જેના ચાલકને ગાડી ઉભી રાખવા માટે હાથથી ઇશારો કરતા ઇક્કો ગાડીના ચાલકે પોતાના કબ્જામાની ઇક્કો ગાડી ઉભી રાખ્યા બાદ ઇક્કો ગાડીના ચાલક રાજેશભાઇ રામજીભાઈ વસાવા( રહે.બલ આશ્રમ ફળીયુ તા.ડેડીયાપાડા જી. નર્મદા )એ પોતાના કબ્જામાની ઇક્કો ગાડીમાં દારૂ તથા બિયર મળી કુલ રૂપિયા ૮૯,૪૭૨ નો પ્રોહી. મુદ્દામાલ તથા ઇક્કો ગાડીની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૮૯,૪૭૨ નો પ્રોહી. મુદ્દામાલ પકડાયેલ રાજેશ વસાવા દેવજીભાઈ રતાભાઈ વસાવે (રહે.કુકડી પાદર તા.અક્કલકુવા જી. નંદુરબાર )પાસેથી લઇ આવતા ગુનો કરેલ હોય જેથી ઉપરોક્ત પકડાયેલ આરોપી તથા તપાસમાં નિકળે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી (૧) રાજેશભાઈ રામજીભાઈ વસાવા (રહે.બલ આશરમ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાએ પોતાના કબ્જામાની ઇક્કો ગાડી માં રૂપિયા ૪,૮૯,૪૭૨ નો પ્રોહી. મુદ્દામાલનો જથ્થો આરોપી નંબર (૨) દેવજીભાઈ રતાભાઈ વસાવે (રહે. કુકડી પાદર તા.અક્કલકુવા જી.નંદુરબાર )નાઓ પાસેથી લઇ આવતા આ બંને વિરુદ્ધ નર્મદા એલસીબી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
