<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ: સૌથી વધુ નર્મદાના નાંદોદમાં પોણા નવ ઈંચ ખાબક્યો

તિલકવાડામાં સવા સાત ઈંચ અને દાહોદમાં સાત ઈંચ વરસાદ : 10 તાલુકામાં 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

ગાંધીનગર : આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં પોણા નવ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તિલકવાડામાં સવા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. દાહોદમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આજે સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકમાં 10 તાલુકામાં 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 110 તાલુકામાં એક મિલિમીટરથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યેલો એલર્ટ છે.

 

(6:52 PM IST)