<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ભારતના ૧૦૦ રૂપિયા ઈરાનમાં બની જાય છે ૫૦,૦૦૦

ઈરાન અને ભારતની કરન્‍સીની સરખામણીઃ ભારતના હજાર રૂપિયા તમને ઈરાનમાં કરોડપતિ બનાવી શકે છે

મુંબઈ,તા.૧૧: હેડિંગ વાંચીને જો તમે ગુંચવાઈ ગયા હોવ તો તમારી જાણ માટે કે અહીં ઈરાન અને ભારતની કરન્‍સીની સરખામણી થઈ રહી છે. હાલમાં જ્‍યાં જુઓ ત્‍યાં ઈઝરાયલ અને ઈરાન વચ્‍ચેના યુદ્ધની જ વાતો થઈ રહી છે આ યુદ્ધમાં બંને દ્વારા કરાઈ રહેલાં હુમલાઓમાં શહેરોમાં પારાવાર નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધા વચ્‍ચે શું તમને ખબર છે કે ભારતના ૧૦૨ રૂપિયા ઈરાનમાં જઈને ૫૦,૦૦૦ રિયાલ થઈ જાય છે? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ.

દરેક દેશનું એક ચલણ હોય છે અને આ ચલણ જે-તે દેશ કરતાં મજબૂત કે નબળી હોઈ શકે છે. આપણે આજે અહીં વાત કરીશું ઈરાનની કરન્‍સી વિશે. જેમ ભારની કરન્‍સી રૂપિયો છે એ જ રીતે ઈરાનની કરન્‍સી રિયાલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈરાનની કરન્‍સી ભારતના રૂપિયાની સામે નબળી છે. મળતી માહિતી -માણે એક ઈરાની રિયાલની કિંમત રૂપિયામાં કન્‍વર્ટ કરીએ તો તે ૦.૦૦૨૧ રૂપિયા જેટલી થાય છે.

વાત કરીએ ભારતનો એક રૂપિયા ઈરાનમાં જઈને કેટલા રિયાલ બની જાય છે એની તો ભારતનો એક રૂપિયો ઈરાનમાં જઈને ૪૮૬.૫૩ રિયાલ થઈ જાય છે. ઈઝરાયલ સામે બાંયો ચઢાવી રહેલાં ઈરાનના ૧૦૦૦ રિયાલની ભારતમાં કિંમત ૨.૦૬ રૂપિયા જેટલી થાય છે. ઈરાનના ૫૦૦૦ રિયાલ ભારતમાં આવીને ૧૦ રૂપિયા ૨૮ પૈસા બની જાય છે અને ભારતના ૨૦ રૂપિયા ૫૫ પૈસા ઈરાનમાં જઈને ૧૦,૦૦૦ રિયાલ બની જાય છે અને ભારતના ૧૦૨ રૂપિયા ઈરાનમાં જઈને ૫૦,૦૦૦ રિયાલ બની જાય છે.

ટૂંકમાં કહેવાનું થાય તો ભારતના હજાર રૂપિયા તમને ઈરાનમાં કરોડપતિ બનાવી શકે છે. ભારત કરતાં આટલું નબળું ચલણ ધરાવતો આ ઈરાન ઈઝરાયલ સામે બાથ ભીડી રહ્યું છે અને દેશ-દુનિયામાં માત્ર આ બે જ નામોની ચર્ચા થઈ રહી છે.

છે ને એકદમ યુનિક અને માહિતીસભર સ્‍ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્‍યો સાથે ચોક્કસ શેર કરજો અને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

(10:17 AM IST)