<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

જય રામનાથઃ મનપા પદાધિકારીઓની મંદિરની પવિત્રતા જાળવવા,સફાઇ રાખવા સૂચના

વરસાદી પાણી ભરાવા સમયે વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે ખાસ તાકીદ ભાજપના સત્તાધીશો માત્ર કરે છે મુલાકાત ભાવિકો જોઇ રહયા છે નક્કર પગલાની રાહ!

રાજકોટઃ તા.૨૪: શહેરના વર્ષો જુના પૌરાણીક અને પવિત્ર ‘સ્‍વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર' ખાતે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા   આ સ્‍થળની પવિત્રતા જળવાય તે માટે સમયાંતરે નિયમિતપણે સઘન સફાઇ કરવા પણ સુચના  આપવામાં આવે છે.

આજરોજ સ્‍થળની સ્‍વચ્‍છતાનું નિરીક્ષણ કરવા માન.મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકમનીષભાઇ રાડીયા સહિતના પદાધિકારીઓ તથા વોર્ડ નં.૭ના કોર્પોરેટરશ્રીઓ દેવાંગભાઇ માંકડ, વર્ષાબેન પાંધી તેમજ જયશ્રીબેન ચાવડા દ્વારા મુલાકાત લેવામાં આવેલ.

આ સમયે સબંધકર્તા અધિકારીશ્રીઓ આસીસ્‍ટન્‍ટ કમિશનરશ્રી એસ.જે. ધડૂક, સીટી એન્‍જીનીયર (સેન્‍ટ્રલ ઝોન) અતુલભાઇ રાવલ, પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકી, આરોગ્‍ય અધિકારીજે.એલ. વંકાણી, સીટી એન્‍જીનીયર (રોશની) બી.ડી.જીવાણી, સહિતના અધિકારીઓ તથા સબંધકર્તા વિભાગના કર્મચારીઓને સાથે રાખી જોઇન્‍ટ વિઝીટ કરવામાં આવેલ હતી,

જે દરમ્‍યાન સ્‍થળ તથા આસપાસના વિસ્‍તારની સફાઇ વ્‍યવસ્‍થા તેમજ ચોમાસાની ઋતુને અનુલક્ષીને જરૂરી બાબતો અંગે સમિક્ષા કરવામાં આવેલ હતી. સાથોસાથ ચોમાસા દરમ્‍યાન પાણી ભરાવા સમયે પણ ઉક્‍ત સ્‍થળે સુચારૂ વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને આ પવિત્ર સ્‍થળની મુલાકાતે આવનાર શ્રધ્‍ધાળુઓની સુરૂચિ ભંગ ન થાય તે સુનિヘતિ કરવા જરૂરી વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે સુચના આપેલ. આ સમયે ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા, સંદિપભાઇ ડોડીયા તેમજ સ્‍થાનિકો પણ ઉપસ્‍થિત રહેલ.

આ સ્‍થળે જરૂરી સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે સહિતની વ્‍યવસ્‍થા અંગે આગામી સમયમાં પણ પદાધિકારીઓ દ્વારા સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

(3:57 PM IST)